બાબુ સોલંકી :- સુખસર
શ્રી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પેથાપુર ખાતે ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ શાળાના દરેક શિક્ષકને કંકુ તિલક કરી ગુરૂ પૂજન કર્યું
સુખસર,તા.22
શ્રી માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક શાળા પેથાપુર માં ગુરુપૂર્ણિમા નિમિત્તે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ એ શાળાના દરેક શિક્ષકો ને કંકુ તિલક કરી ને ગુરુ પૂજન કર્યું હતું.જેમાં ઇન્ચાર્જ આચાર્ય શ્રી કિશોરભાઈ પ્રજાપતિ દ્વારા પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું.જ્યારે સાંસ્કૃતિક પ્રવૃતિના કન્વિનર ડૉ.જયંત પરમારે જીવનના અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે.જે પોતે મીણબત્તીની જેમ પોતે સળગ્યા કરે ને પ્રકાશ બીજાને આપે તેમ જણાવી ગુરુનો મહિમા સમજાવ્યો હતો.માટે દરેક વિદ્યાર્થીઓ જીવનમાં ગુરુને માન સન્માન આપી સમાજ માં ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરે તેમ જણાવ્યું હતું.ગુરુ ને કુંભાર સાથે સરખાવીને જણાવ્યું હતું કે,કુંભાર જેમ માટી માંથી વાસણ બનાવવા માટે માટી ને ઘડે એમ ગુરુ-શિક્ષક પણ વિદ્યાર્થીઓને જીવનમાં ઘડવાનું કામ કરે છે.અંતે શાળાના શિક્ષક મહેશભાઈ તાવિયાડ દ્વારા ગુરૂ-શિષ્યના આ પાવન પર્વ વિશે વિશેષ માહિતી રજૂ કરી બધાને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.આ કાર્યક્રમમાં સમગ્ર શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.