
રાહુલ ગારી :- ગરબાડા
પાંચવાડા PHC ખાતે સંપૂર્ણતા અભિયાન અંતર્ગત પીરામલ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો.
ગરબાડા તા. ૨૨
મહત્વકાંક્ષી તાલુકામાં ગરબાડાનો સમાવેશ થતા પિરામલ ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમો કરીને આઇ.સી.ડી.એસ વિભાગ , આરોગ્ય વિભાગ , શિક્ષણ વિભાગ તેમજ પંચાયત રાજમાં લોકોને જાગૃત કરીને લોકોમાં જાગૃતિ આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે ડોક્ટર અને દર્દીનો સંવાદ શિક્ષક અને બાળકનો સંવાદ તેમજ આંગણવાડી વર્કર તેમજ ગર્ભવતી /ધાત્રીમાતા નો સંવાદ કઈ રીતે આગળ વધે અને કઈ રીતે તેઓનો કોમ્બિનેશન બની રહે તે માટે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે
ત્યારે ગરબાડા તાલુકાને પાંચવાડા PHC ખાતે પિરામલ ફાઉન્ડેશન અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં આરોગ્ય વર્કરો, તેડા ઘરની બહેનો આરોગ્ય વિભાગનાં સ્ટાફ તેમજ ડોક્ટરો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો સંપૂર્ણતા અભિયાન અંતર્ગત કરવામાં આવતી કામગીરીથી તેમને જાગૃત કરવામાં આવ્યા હતા