Sunday, 08/09/2024
Dark Mode

ગુજરાતના વિવિધ શહેરોમાં 51 જેટલાઓ ગુનાઓ આચર્યા, સુરત થી ચોરી કરીને આવતા રસ્તામાં LCB એ દબોચ્યા.. ગુજરાતના વિવિધ શહેરો સહિત મહાનગરોમાં આતંક મચાવનાર 8 ઘરફોડીયા ઝડપાયા.. 

July 20, 2024
        517
ગુજરાતના વિવિધ શહેરોમાં 51 જેટલાઓ ગુનાઓ આચર્યા, સુરત થી ચોરી કરીને આવતા રસ્તામાં LCB એ દબોચ્યા..  ગુજરાતના વિવિધ શહેરો સહિત મહાનગરોમાં આતંક મચાવનાર 8 ઘરફોડીયા ઝડપાયા.. 

રાજેશ વસાવે :- દાહોદ 

ગુજરાતના વિવિધ શહેરોમાં 51 જેટલાઓ ગુનાઓ આચર્યા, સુરત થી ચોરી કરીને આવતા રસ્તામાં LCB એ દબોચ્યા..

ગુજરાતના વિવિધ શહેરો સહિત મહાનગરોમાં આતંક મચાવનાર 8 ઘરફોડીયા ઝડપાયા.. 

દાહોદ તા.૨૦

સુરત ગ્રામ્ય, ગાંધીનગર, અમદાવાદ તેમજ વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ મળી કુલ આઠ અનડિટેક્ટ ગુનાઓ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી ઘરફોડ ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા કિંમત રૂા.૨૬,૫૦૦નો મુદ્દામાલ તથા ઘરફોડ ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ ઈક્કો ગાડી તથા ઘરફોડ ચોરી કરવાના સાધનો મળી કુલ રૂા.૩,૭૬,૫૨૦નો મુદ્દામાલ રિકવર કરી આઠ ગુનામાં વોન્ટેડ,પાસા વોરંટ, કોર્ટ વોરંટમા નાસતા ફરતા કુલ આઠ આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. સાથે સાથે ઉપરોક્ત આરોપીઓ ગુજરાતના વિવિધ શહેરોમાં કુલ 51 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવતા તમામ આઠેય આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે સુરત ગ્રામ્ય, ગાંધીનગર, અમદાવાદ તેમજ વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ મળી કુલ આઠ અનડિટેક્ટ ગુનાઓમાં સામેલ આરોપીઓ સોમલાભાઈ ઉર્ફે સુમલા જીથરાભાઈ કટારા (રહે. વડવા, કટારા ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ), ઈબુભાઈ ઉર્ફે અબબુ અબરૂભાઈ નીનામા (રહે. આમલી ખજુરીયા, નિનામા ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ), વશનાભાઈ ઉર્ફે વિષ્ણ ભાવસીંગભાઈ પલાસ (રહે. આમલી ખજુરીયા, સીમોડા ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ), કોલેશભાઈ ઉર્ફે કોલી પાંગળાભાઈ અબજીભાઈ મીનામા (રહે. આંબલી ખજુરીયા, મિનામા ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ), રામસીંગભાઈ ઉર્ફે રામકા નરસુભાઈ પલાસ (રહે. આમલી ખજુરીયા, નેળ ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ), સુક્રમભાઈ રમણભાઈ મીનામા (રહે. આમલી ખજુરીયા, મીનામા ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ), મુકેશભાઈ ઉર્ફે મુકો નારૂભાઈ ગણાવા (રહે. ઝરીખરેલી, માળ ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ), વિક્રમભાઈ રમણભાઈ મીનામા (રહે. આમલી ખજુરીયા, માળ ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ) નાઓ ગતરોજ એક ફોર વ્હીલર ગાડીમાં બેસી કંબાઈ ચોકડી જેસાવાડા તરફથી આવતાં હોવાની દાહોદ એલસીબી પોલીસને બાતમી મળતાં પોલીસે સ્થળ પર વોચ ગોઠવી ઉભા હતાં ત્યારે ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રસ્તામાં રોકી ગાડીમાં સવાર ઈસમોની એકપછી એક પુછપરછ કરતાં આઠેય આરોપીઓ ઉપરોક્ત ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું. પોલીસે ઝડપાયેલ ઉપરોક્ત આરોપીઓ પાસેથી ચોરીની ઈક્કો ફોર વ્હીલર ગાડી, રોકડા રૂપીયા, ચોરી કરવાના સાધનો, વિગેરે મળી કુલ રૂા.૩,૭૬,૫૨૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો. આ આરોપીઓમાં સોમલાભાઈ ઉર્ફે સુમલો જીથરાભાઈ ઉર્ફે માંદો રસુલભાઈ કટારાનો અગાઉ મિલ્કત સંબંધી ગુનાઓમાં પકડાઈ ચુક્યો હતો.

ઉપરોક્ત પકડાયેલ ઈસમોને પોલીસે પોલીસ મથકે લાવી ઘનિષ્ઠ પુછપરછ કરતાં ઉપરોક્ત આરોપીઓએ વલસાડ, ગાંધીનગર, અમદાવાદ તેમજ સુરત વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ જુદા જુદા સમયે સ્કુલ, ઓફિસોમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ઝડપાયેલ ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!