દક્ષેશ શાહ :- ઝાલોદ
ઝાલોદ મનરેગા કચેરીમાં 6 માસના ટૂંકાગાળામાં ACB ની ત્રીજી વખત દરોડા.
ઝાલોદ પંચાયતમાં મનરેગાનો આસિસ્ટન્ટ ટેકનિકલ 20 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો..
વનીકરણની કામગીરી માટે લાંચની માંગણી કરતા પંચમહાલ એસીબી દ્વારા કાર્યવાહી.
પહેલાં પ્રોગ્રામ ઓફિસર 50,000 તેમજ આસિસ્ટન્ટ વર્ક મેનેજર 17,000 ની લાંચ લેતાં ઝડપાયા હતા..
ઝાલોદ તા. ૪
ઝાલોદ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારમાં ખદબદેલી હોય તેમ ટૂંકા ગાળામાં એસીબી ની ટીમે ત્રીજી વખત દરોડા પાડી ટેકનિકલ આસિસ્ટન્ટ APO ને વનીકરણની કામગીરી માટે 20000 ની લાંચ લેતા પંચમહાલ એસીબી દ્વારા છટકુ ગોઠવી ઝડપી પાડતા પંચાયત કચેરી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યા છે.અત્રે ઉલ્લેખની છે કે આ પહેલા 31.11.2023 ના રોજ મનરેગા શાખામાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મોહન કટારા પાણીના નાળાની કામગીરીના 42.93 લાખના બિલ મંજૂર કરાવવા બાબતે 10% લાંચ ની માંગણી કરી હતી જેમાં ઠુઠિ કંકાસિયા ચોકડી પાસે 50,000 ની લાંચ લેતા દાહોદ એસીબીએ છટકુ ગોઠવી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ 28.12.2023 ના રોજ મનરેગા શાખામાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે કામ કરતા બળવંત લબાના જમીન સમતલ કરાવવાના કામ માટે ફાઈલ મંજૂર કરાવવા અંગે 20000 ની લાંચ લેતા મહીસાગર ACB ની ટ્રેપમાં ઝડપાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઝાલોદ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા શાખામાં ભ્રષ્ટાચાર મોટાપાયે ફળ્યું ફૂલ્યું હોવાનું આના પરથી પ્રતિત થાય છે કે એક જ શાખામાં માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ત્રણ કર્મચારીઓને જુદા જુદા બનાવમાં લાંચીત સ્વીકારતા આબાદ રીતે ઝડપી પાડતા પંચાયત આલમમાં શબ્દતાની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આજરોજ આસિસ્ટન્ટ ટેકનિકલ આશિષ લબાના વનીકરણની કામગીરી માટે 20000 ની લાંચ સ્વીકારતા ઝડપાયા બાદ મનરેગા શાખામાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.