રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ નજીક આશા ક્વોરીમાં હાઇટેન્શન લાઇનમાં ડમ્પર નો ડાલો અડી જતાં લાગી આગ, ચાલકનો ચમત્કારિક બચાવ..
66000 મેગા વોટનો કરંટ ડમ્પર માં ઉતરતા ટાયરો ફાટ્યા બાદ આગ લાગી..
દાહોદ તા. ૯
દાહોદ તાલુકાના ખરોડ નજીક ક્વોરીમાં કપચી ખાલી કરતી વેળાએ ડમ્પર નો ડાલુ હાઈટેન્શન લાઈન જોડે અડી જતા હાઈ ટેન્શન લાઇનના વીજ કરંટથી ડમ્પરના ટાયરમાં ભડાકા સાથે આગ ફાટી નીકળતા ચાલકનો ચમત્કારીક બચાવ થયો હતો. આ દરમિયાન ક્વોરી પર હાજર કર્મચારીઓએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના લાસ્કરો ઘટના સ્થળે ધસી આવ્યા હતા.
દાહોદ તાલુકાના ખરોડ મુકામે આવેલી આશા કવોરીમાંથી પસાર થતા હાઈ ટેન્શન લાઇન જોડે ડમ્ફરનું ડાલુ અડી જતાં ડમ્પરમાં આંગ ફાટી નીકળી હતી. આ ઘટના કપચી ખાલી કરવા આવેલા ડમ્પર ચાલકે ચંપલનો હાઇડ્રોલિક ઉપર કરતા પસાર થતી 66000 મેગા વોટ ની હાઈટેન્શન લાઇન જોડે ડમ્પરનો ડાળો અડી જતા તીવ્ર વિજ કરંટના લીધે સ્પાર્કની સાથે ડમ્ફરના ટાયર ફાટી જતા ટાયરમાં આગ ફાટી નીકળી હતી. જોકે સદનસીબે આ બનાવવામાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે કવોરી પણ કામ કરતા કર્મચારીઓએ દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે કર્મચારીઓએ આગ ઓલવી દીધી હતી પરંતુ સાવચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડ દ્વારા પણ પાણીનો મારો ચલાવી આગ લાગે ના તે માટે કામગીરી હાથ ધરી હતી.