ગરબાડા ના રામનાથ તળાવ માં નાવા ગયેલા આધેડનું ડૂબી જવાથી મોત 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા ના રામનાથ તળાવ માં નાવા ગયેલા આધેડનું ડૂબી જવાથી મોત 

આધેડના મૃતદેહને શોધવા માટે પોલીસ દ્વારા NDRF ટીમની મદદ લેવાય,

ગરબાડા તા. ૭

 તારીખ 6 ના ગરબાડા ના રામનાથ તળાવ માં એક વ્યક્તિ ડૂબી ગયો હોવાની માહિતી ગરબાડા પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહ ને તળાવમાં શોધવાની તજવીજ હાથ ધરી હતી તેમ છતાં મૃતદેહ ના મળતા ગરબાડા પોલીસ દ્વારા NDRF ની ટીમ ને ઘટનાની જાણ કરવામાં આવી હતી એન ડી આર એફ દ્વારા શોધખોળ કરતા મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતદેહ ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામના કોદરભાઈ હીરાભાઈ રાઠોડ ઉંમર 73 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. જેઓ ગત તારીખ 6 જૂનના રોજ સવારના દસેક વાગ્યાના અરસમાં ઘરે થી સરકારી મંડળીમાં ખાતરની તપાસ કરી આવું તેમ કહી નીકળ્યા હતા. તેઓ ગરબાડા ના રામનાથ તળાવમાં નાહવા જતા તળાવ માં ડૂબી જવાથી તેમનું મોત નિભ્યું હતું ઘટના સંદર્ભે ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ને પોસ્ટમટન માટે નવા ફળિયા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Share This Article