દાહોદમાં ખેતીલાયક જમીનમાં બોગસ બીનખેતીના હુકમનો મામલો: હારુન કડકના 7 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા..

Editor Dahod Live
2 Min Read

#DahodLive#

દાહોદમાં ખેતીલાયક જમીનમાં બોગસ બીનખેતીના હુકમનો મામલો: હારુન કડકના 7 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા..

દાહોદ તા. ૧

દાહોદ શહેરમાં કેટલાક ભેજાબાજે બે અલગ અલગ રેવન્યુ સર્વે નંબરોમાં પોતાના મળતીયાઓ સાથે એકસરખી રીતે બોગસ હુકમોના આધારે ખેતીલાયક જમીનને બિનખેતી તરીકે પ્રસ્થાપિત કરી બારોબાર પ્લોટીંગ કર્યા બાદ વેચાણ કરી સરકારના પ્રીમિયમની ચોરી કર્યાના પ્રકરણમાં આજરોજ દાહોદ પોલીસે સર્વે નંબર 376/૧/૧/૪ વાળી જમીનમાં પ્રાંત અધિકારીના ખોટા હુકમના આધારે બિનખેતી કરી વેચી દેવાના પ્રકરણમાં મુખ્ય આરોપી હારુન પટેલ ઉર્ફે કડક ને દાહોદ પોલીસે આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે રજુ કરતા બંન્ને આરોપીઓના નામદાર કોર્ટે 7 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદમાં સર્વે નંબર 303,305,306 તેમજ સર્વે નંબરમા જિલ્લા પંચાયતના ચીટનીશ વિજય ડામોર દ્વારા તેમજ સર્વે નંબર 376/૧/૧/૪ માં પ્રાંત અધિકારી એનબી રાજપૂત દ્વારા ખેતીલાયક જમીનને બોગસ NA ના હુકમના આધારે બિન ખેતી તરીકે પ્રસ્થાપિત કરી બારોબાર વેચાણ કરવાના પ્રકરણમાં ગઈકાલે અલગ અલગ પોલીસ મથકોમાં જકરીયા ટેલર, મુખ્ય ભેજાબાજ શૈશવ , હારું પટેલ ઉર્ફે કડક સહિત ત્રણ લોકો સામે ગુનો રજીસ્ટર થયા હતા તેઓની ધરપકડ કર્યા બાદ ગઈકાલે જ જકરિયા ટેલર તેમજ શૈશવને નામદાર કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે આજરોજ બીજા કેસમાં હારુન પટેલને કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.ત્યારે હવે આ કેસમાં પોલીસે દરેક સર્વે નંબરોમાં એક એક કરીને રિમાન્ડ દરમિયાન પૂછપરછ હાથ ધરશે. ત્યારબાદ આ કેસમાં નવા નવા ખુલાસા થશે તેમાં કોઇ બેમત નથી. જ્યારે આ કેસમાં અન્ય બે લોકોના નામ ખુલ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

Share This Article