ગરબાડા ફોરેસ્ટ ઓફિસ આગળ વીજ કરંટ લાગતા બે ગાયોના મોત,  આ બે ગાયોના મોતના જવાબદાર કોણ MGVCL કે પછી તંત્ર….?

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા ફોરેસ્ટ ઓફિસ આગળ વીજ કરંટ લાગતા બે ગાયોના મોત, 

આ બે ગાયોના મોતના જવાબદાર કોણ MGVCL કે પછી તંત્ર….?

MGVCL દ્વારા ડીપી ખુલ્લી તેમજ વીજપોલની ફરતે જાળી પણ ના નાખતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો.

ગરબાડા તા.14

ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસ ની આગળ આવેલ લાઈટ ની ડીપી પર કરંટ લાગતા બે ગાયોના ઘટના સ્થળે કમ કમિટી ભર્યા મોત નીપજ્યા હતા મળતી વિગતો અનુસાર સવારના સમયે બે ગાયો લાઈટના વીજ પોલ ની નજીકથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ત્યાં ડી.પી નજીક વીજ કરંટ લાગતા બે ગાયોના ઘટના મોત નિપજ્યું હતા. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં MGVCL ને લઈને રોષ જોવા મળ્યો હતો જેમાં સ્થાનિક લોકો આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે MGVCL દ્વારા ડી.પીઓ ખુલ્લી મુકવામાં આવી છે જેના કારણે વીજ કરંટ લાગતા આ ગાયોના મોત નીપજ્યા છે ઘટનાની જાણ ગ્રામ પંચાયતને કરાતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંચકાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનિય છે કે ગરબાડા ના વિવિધ વિસ્તારોમાં પણ વીજ પોલ ઉપર જે ડીપી બેસાડવામાં આવે છે તેના ઢાંકણો પણ જોવા મળતા નથી અને પ્રી મોન્સુન કામગીરી દરમિયાન આવી કોઈપણ પ્રકારની નોંધ MGCL લેતું નથી તેમ જોવા મળી રહ્યું છે.

Share This Article