
રાહુલ ગારી :- ગરબાડા
ગેરકાયદેસર રીતે મધ્યપ્રદેશમાંથી બાઇક ઉપર તાડીની હેરાફેરી કરતા ચાર ઈસમો ગરબાડા પોલીસના હાથે ઝડપાયા.
ગરબાડા તા. ૧૩
ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો મીનાકાયર બોર્ડર ઉપર વાહન ચેકીંગ માં હતા તે દરમિયાન પોલીસ ને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશમાંથી ગેરકાયદેસર રીતે બાઈક ઉપર ગુજરાતમાં લવાતી તાડી ચંદલા , મોહનખોબા ,ઝરી બુઝર્ગ, ગાંગરડામાં થઇ ને હેરાફેરી કરતા ચાર જેટલા ઇસમો ગરબાડા પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે અંતરિયાળ વિસ્તારોમાંથી પોલીસને આંખમાં ધૂળચોકીને તાડીનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે પરંતુ પોલીસની ચાપતી નજરમાં તાડીની હેરાફેરી કરતા ઇસમો ઝડપાઈ જતાં તાડી તાડીનું વેચાણ કરતા લોકોમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ વ્યાપી જવા પામ્યો છે