
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં બાઈક પર દારૂ તેમજ તાડીનો વેચાણ કરનાર બે યુવકો ઝડપાયા.
ગરબાડા તા. ૧૧
ગરબાડા પોલીસે વિદેશી દારૂ, તથા મોટર સાયકલ ઉપર તાડીની હેરાફેરી કરનાર ઇસમોને ઝડપી પાડયા છે. સાથે સાથે વાહન ચેકીંગ દરમ્યાન દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવનાર બે ઇસમોને પણ ઝડપી પાડયા છે.
ગરબાડા પોલીસ સ્ટેશનના પી એસ આઇ જે એલ પટેલ, તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે મિનાક્યાર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન મધ્યપ્રદેશ તરફથી મીણીયા થેલામાં ભરીને લઇને આવતા સીમલીયા બુઝર્ગ ગામના બે ઇસમોને ટીન બિયરની ૧૬ બોટલો સાથે ઝડપી પાડયા હતા. સાથે સાથે વાહન ચેકીંગ દરમ્યાન દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવનાર બે ઇસમોને પણ મોટર સાયકલો સાથે ઝડપી પાડયા હતા. તેમજ ગરબાડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસે ચંદલા ગામેથી બે મોટર સાયકલો ઉપર તાડીની હેરાફેરી કરનાર અભલોડ ગામના તથા મુવાલીયા ગામના બે ઇસમોને ૩૦ લીટર તાડી સાથે ઝડપી પાડયા હતાં.
આમ, ગરબાડા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે ઈસમોને, તથા તાડીની હેરાફેરી કરનાર બે ઇસમોને બે મોટર સાયકલો સાથે ઝડપી પાડી, તેમજ દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવનાર બે ઇસમોને પણ બે મોટર સાયકલો સાથે ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.