Sunday, 08/09/2024
Dark Mode

ધાનપુર તાલુકાના કંજેટા ખાતે બુથ નંબર ,૨૮૪ પર ઈકોફ્રેન્ડલી મતદાન મથક બનાવાયું

May 6, 2024
        197
ધાનપુર તાલુકાના કંજેટા ખાતે બુથ નંબર ,૨૮૪ પર ઈકોફ્રેન્ડલી મતદાન મથક બનાવાયું

રાહુલ ગારી :- ગરબાડા 

ધાનપુર તાલુકાના કંજેટા ખાતે બુથ નંબર ,૨૮૪ પર ઈકોફ્રેન્ડલી મતદાન મથક બનાવાયું

ગરબાડા તા. ૬

આવતીકાલે તારીખ 7 મે ના રોજ લોકસભા ૨૦૨૪ નું મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે ધાનપુર તાલુકાના કજેટા ખાતે ધાનપુરના વિસ્તરણ રેન્જ વિભાગ દ્વારા કંજેટા ખાતે બુથ નંબર ૨૮૪ પર ઈકોફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં મતદાન મથક ઉપર સ્કૂલોના મુખ્ય ગેટ અને દિવાલો પર ખજૂરીના પાનથી શણગાર ફૂલ છોડના કુંડા જરૂરી જગ્યાએ મૂકી બ્યુટીફિકેશન તેમજ મતદાન મથક ની અંદર આસોપાલવના તોરણથી શણગાર માં આવ્યું છે તેમજ ધાનપુરમાં આવેલા રતનમલ રીંછ અભ્યારણમાં જોવા મળતા રીંછના સ્ટેચ્યુ અને આર્ટિફિશિયલ વૃક્ષોથી સુશોભન કરવામાં આવ્યું હતું અને મતદાન મથકના અંદરના રૂમમાં સ્ટાફ અને મતદાર કુટીર ને ખજુરી ના પાનથી શણગારવામાં આવ્યું હતું તેમજ ગુજરાતમાંથી લુપ્તથતી વન્ય પેદાશો વનસ્પતિઓ ફળો નું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં વાસમાંથી બનાવેલી ટોપલીમાં કાચી કેરી ,મહુડા, આમળા, ટીમરૂ, રાયણ ,ગુંદા ,કમરખ, જાંબુડા ,સેતુર ,ખાટી આંબલી, મધ, મહુડા નું તેલ, ગોરસ આમલી, તેમજ લુપ્ત થતી વનસ્પતિઓ સફેદ કેસુડો, બિયો, ચંદન , જેવા અનેક વૃક્ષોના બીજ નું પ્રદર્શન કરવામાં આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!