
રાજેશ વસાવે :- દાહોદ
દેહરાદુન એક્સપ્રેસમાં જનરલ કોચમાં ચડવા જતાં નાની-નવાસા વિખુટા પડ્યા..
દાહોદ:ફરીદાબાદ થી પરિવાર સાથે વિખુટા પડેલા બાળકને આરપીએફએ દાહોદમાં ઉતાર્યો..
જાગ્રત મુસાફરે રેલ મદદ એપ્લિકેશન પર જાણ કરી, બાળકનો કબજો ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોપાયો.
દાહોદ તા.25
નવી દિલ્હીના ફરીદાબાદ ખાતે સુપરફાસ્ટ ટ્રેનમાં ચડવા જતા નાની થી વિખુટા પડેલા સાત વર્ષીય બાળકને જાગૃત મુસાફરની મદદથી રેલવે પોલીસ ફોર્સ ની ટીમે દાહોદ ખાતે ઉતારી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સુપ્રત કરી બાળકના વાલી વારસાનો સંપર્ક કરી બાળકને તેના પરિવારજનો સુધી પહોંચાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
નવી દિલ્હીના ફરીદાબાદ રેલવે સ્ટેશન ખાતે ગતરોજ ટ્રેન નબર 19020 બાંદ્રા-હરિદ્વાર દેહરાદુન એક્સપ્રેસ ટ્રેનમાં સાત વર્ષીય બાળક પોતાની નાની સાથે ટ્રેનના જનરલ કોચમાં ચડવા જાય છે. તે સમયે ભારે ભીડમાં આ સાત વર્ષીય બાળક જેમ તેમ જનરલ કોચમાં ચડી જાય છે પરંતુ તેની નાની આ ટ્રેનમાં ચડી શકતી નથી. આ સમયગાળા દરમિયાન ટ્રેન શરૂ થઈ જતા બંને નાની- નવાસો એકબીજાથી જુદા થઈ જાય છે. ફરીદાબાદ થી રતલામ સુધી જનરલ કોચમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોને આ બાળક એકલું હોવાનું ધ્યાન ન આવ્યું હતું. અને આ બાળક ભૂખ્યો તરસ્યો દિલ્હીથી એકડો કિલોમીટર દૂર ક્યાં જઈ રહ્યો હતો કોઈને ખબર નથી. બસ રડી રડીને આસું પણ સુકાઈ ગયા હતા. પણ કોઈ મદદે ન આવતા આખરે ટ્રેનમાં એક ખૂણામાં ગુમસૂમ બેસી નસીબ જ્યાં લઈ જાય છે. તે રાહ જોઈ રહ્યો હતો. પરંતુ આજ જનરલ કોચમાં એક જાગૃત મુસાફર અટેન્દ્ર વર્મા રહે.નાની દમણ નાઓને આ બાળક પર નજર પડે છે અને તે બાળકને પાસે બોલાવી કોની સાથે મુસાફરી કરી રહ્યો છે. તે અંગે પૂછતા ફાખડી ભાષામાં બોલી રહેલા આ બાળકે પોતાની આપવિતી જણાવતા જાગૃત મુસાફરે રેલ મદદ એપ્લિકેશન પર જાણ કરી આ બાળકને ખાવા પીવાની વસ્તુ આપી પાસે બેસાડી લીધો હતો. જે બાદ આ ટ્રેન દાહોદ ખાતે આવતા રેલવે પોલીસ ફોર્સના પીઆઇ લીનેશ બેરાગી દ્વારા આ બાળકને સહી સલામત ઉતારી આરપીએફ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યો હતો. અને સાઈડ વેલ્ફેર કમિટીને જાણ કરતા સાહિલ વેલ્ફેર કમિટીના સદસ્યો પણ આરપીએફ કાર્યાલય પર આવી જતા આ બાળકને સાહિલ વેફર કમિટીને સુપરાત કર્યો હતો. સાથે સાથે બાળકના વાલી વારસાને શોધી કાઢવા ફરીદાબાદ આરપીએફ નો સંપર્ક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.