ડાકણ હોવાનો વહેમ પુનઃધુણ્યું..દાહોદ તાલુકાના ડુંગરા ગામે ડાકણનો વહેમ રાખી દંપતીને માર માર્યો,બંને સારવાર હેઠળ  

Editor Dahod Live
3 Min Read

જીગ્નેશ બારીયા રાજેશ વસાવે :- દાહોદ

દાહોદ તાલુકા ના ડુંગરા ગામે ડાકણ નો વહેમ રાખી દંપતી ને માર માર્યો 

ડુંગરા ગામના ઉસરા ફળીયા મા રેહતા દંપતી ને તારી પત્ની મેલી વિધા કરે છે તેમ કહી પતિ પત્ની ને ઠોર માર્યો

ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે 108 મા દાહોદ સરકારી હોસ્પિટલ ખસેડાયા 

પોલીસ ને જાણ થતા ઇજાગ્રસ્ત ની ફરીયાદ ના આધારે 4 ઇસમો વિરુદ્ધ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી

દાહોદ તા.૨૮

દાહોદ તાલુકાના ડુંગરા ગામે અંધશ્રધ્ધાનું ભુત વળગતાં એક મહિલા સહિત બે જણાને ચાર જેટલા ઈસમોએ લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી નાસી જતાં બંન્ને ઈજાગ્રસ્તોને દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યાં

 

હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર મામલે આ બનાવના ઉચ્ચ સ્તરીય પડઘા પડતાં આ મામલે દાહોદ જિલ્લા એસ.પી. દ્વારા આરોપી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યાં છે.

તારીખ ૨૬મી ઓક્ટોમ્બરના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના આસપાસ ડુંગરા ગામે ઉસરા ફળિયામાં રહેતાં પીદીયાભાઈ તથા વેલાબેન પોતાના ઘરે હાજર હતાં. આ દરમ્યાન તેમના ફળિયામાં રહેતાં મુકેશભાઈ છગનભાઈ માવી,

 

 

રાજેશભાઈ મુકેશભાઈ માવી, સવિતાબેન મુકેશભાઈ માવી અને રાકેશભાઈ છગનભાઈ માવીનાઓએ તેમની પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી મારી નાંખવાની ધમકી ઓપી શાન્તુબેનને કહેવા લાગેલ કે, તમારી માં ડાકડ છે અને અમારા ઘર આગળ મેલી વિદ્યા કેમ મુકી ગયેલ છો, તેમ કહેતાં પીદીયાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાયાં હતાં અને પોતાની સાથે લાવેલ લાકડી વડે પીદીયાભાઈને માથાના ભાગે મારી માથુ લોહીલુહાણ કરી નાંખ્યું હતું ત્યાર બાદ પીદીયાભાઈને વચ્ચે છોડવવા પડેલ વેલાબેનને પણ ઉપરોક્ત ચારેય જણાએ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને આ અંગેની જાણ પોલીસને કરાતાં પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસને જાેઈ ઉપરોક્ત ચારેય જણા નાસી જવામાં સફળ રહ્યાં હતાં જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત પીદીયાભાઈને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે દાહોદની સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

આ સંબંધે શાન્તુબેન પીદીભાઈ માવીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

——————————–

Share This Article