Sunday, 01/06/2025
Dark Mode

લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલ, એક પીકઅપ ફોર વ્હીલર ગાડીમાં ડુંગળીના કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો કુલ રૂા.૪,૯,૬૦૦ના પ્રોહી જથ્થો ઝડપી પાડ્યો.

April 10, 2024
        1974
લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલ, એક પીકઅપ ફોર વ્હીલર ગાડીમાં ડુંગળીના કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો કુલ રૂા.૪,૯,૬૦૦ના પ્રોહી જથ્થો ઝડપી પાડ્યો.

રાજેશ વસાવે :- દાહોદ 

લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલ, એક પીકઅપ ફોર વ્હીલર ગાડીમાં ડુંગળીના કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો કુલ રૂા.૪,૯,૬૦૦ના પ્રોહી જથ્થો ઝડપી પાડ્યો.

દાહોદ તા.૧૦ 

લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલ, એક પીકઅપ ફોર વ્હીલર ગાડીમાં ડુંગળીના કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો કુલ રૂા.૪,૯,૬૦૦ના પ્રોહી જથ્થો ઝડપી પાડ્યો.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમને મળેલ બાતમીના આધારે ગતરોજ લીમખેડાના ઢઢેલા ગામેથી પસાર થતાં દાહોદ-ગોધરા હાઈવે પર વોચ ગોઠવી ઉભી હતી ત્યારે બાતમીમાં દર્શાવેલ એક એક બોલેરો પીકઅપ ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર શખ્સોની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાં ડુંગળીના કટ્ટા આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.૪૬૦૮ કિંમત રૂા.૪,૮૯,૬૦૦ના પ્રોહી જથ્થા સાથે ઝડપાયેલ ઉપરોક્ત બંન્ને ઈસમો પાસેથી રોકડા રૂપીયા ૨,૭૦૦, ૦૩ મોબાઈલ ફોન તેમજ ગાડીની કિંમત મળી કુલ રૂા.૧૦,૧૨,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઉપરોક્ત બંન્ને ઈસમોની પોલીસે પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો રાકેશભાઈ ભાભોર (રહે. કતવારા, તા. જિ. દાહોદ), દિનેશ ભંગારીયો (રહે. અસાયડી, તા. દેવગઢ બારીઆ, જિ. દાહોદ) અને ગાડીના માલિકની મદદગારીથી હેરાફેરી કરતો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરતાં આ સંબંધે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ઉપરોક્ત તમામ ઈસમો વિરૂધ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!