Sunday, 01/06/2025
Dark Mode

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડુત મિત્રોએ સાવચેતી રાખવા માટેના અગત્યના પગલા

April 10, 2024
        560
કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડુત મિત્રોએ સાવચેતી રાખવા માટેના અગત્યના પગલા

રાજેશ વસાવે :- દાહોદ 

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડુત મિત્રોએ સાવચેતી રાખવા માટેના અગત્યના પગલા

દાહોદ તા ૧૦

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને અગામી તા. ૧૧-૦૪-૨૦૨૪ થી તા. ૧૨-૦૪-૨૦૨૪ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયા વાતાવરણને કારણે મોટા ભાગે ખેડુતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે. તેમ છતાં નીચે મુબજના તકેદારીના પગલા લેવા ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.

-> કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક /તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું

-> ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિણ રાખવા

-> એ.પી.એમ.સી. માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી. માં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા એ.પી.એમ.સી. માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસ દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ) જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ) કે.વી.કે. અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!