સિંગવડ તાલુકાના સિંગવડ બજારમાં સ્ટેટ હાઇવે નો રસ્તો નહીં બનતા વાહન ચાલકોને ખાડા પડી ગયેલા રસ્તા ઉપર થી નીકળવા મજબૂર       

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :-  સિંગવડ                                                    સિંગવડ તાલુકાના સિંગવડ બજારમાં સ્ટેટ હાઇવે નો રસ્તો નહીં બનતા વાહન ચાલકોને ખાડા પડી ગયેલા રસ્તા ઉપર થી નીકળવા મજબૂર       

સીંગવડ તા. ૯ 

     સિંગવડ તાલુકાના સીંગવડ બજારમાં સ્ટેટ હાઇવે નો આરસીસી રોડ મંજૂર થઈ ગયો હોવા છતાં બે થી ત્રણ મહિનાથી બનાવવામાં નહીં આવતા આ રસ્તા ઉપર ખાડા માંથી  મોટરસાયકલ ચાલક તથા વાહન ચાલકોને નીકળવા મજબૂર થવું પડતું હોય છે જ્યારે આ પીપળીયા થી મલેકપુર ચોકડી સુધીનો સ્ટેટ હાઇવે નો રસ્તો બનાવી દેવામાં આવ્યો જેમાં પીપળીયા થી સિંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર  સુધી ડામર રસ્તો બનાવવામાં આવ્યો અને ત્યાંથી બંધ કરીને સંજેલી રોડ પરથી મલેકપુર ચોકડી સુધીનો ડામર રસ્તો બનાવી દેવામાં આવ્યો પરંતુ સિંગવડ બજારનો જે આરસીસી રોડ બનાવવાનો હતો તે આજ દિન સુધી બનાવવામાં નહી આવતા આરસીસી રોડ પર જ્યાં દેખો ત્યાં  મોટા ખાડા પડી જતા ખાડા પડી ગયેલા રસ્તામાંથી વાહન ચાલક કોને નીકળવા મજબૂર થવું પડે છે જ્યારે સિંગવડ ગામમાં આરસીસી રોડ બનાવ્યા ને દસ વર્ષ ઉપર થઈ ગયા હોય ફરીથી સિંગવડ બજારના સ્ટેટ હાઇવે મુખ્ય રસ્તા પર આજ દિન સુધી આરસીસી રોડ બનાવવામાં નથી આવ્યું જ્યારે આ સ્ટેટ હાઇવે ના રસ્તા ઉપર બજારમાં ખાડા પડી ગયા હોય તેના લીધે નાના વાહન ચાલકો ને એક્સિડન્ટ પણ થતા હોવાના લીધે આરસીસી રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

Share This Article