રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદ તાલુકાના કદવાલ ગામે “બિરસા મુંડા લાયબ્રેરી અને વાંચનાલય” કેન્દ્રનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.
દાહોદ તા. ૨૫
ઝાલોદ તાલુકાના કદવાલ ગામે લાયબ્રેરી અને વાંચનાલય કેન્દ્રનુ ઉદ્ઘાટન આજરોજ તા. ૨૪-૦૩-૨૦૨૪ ના રોજ ભાડાના મકાનમાં કરવામાં આવ્યુ હતુ. પ્રારંભમાં ઉપસ્થિત સૌનુ મહેમાનોનુ ગમછા પહેરાવી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મહેમાનોનું ઢોલ,કુંડી અને થાળી જેવા વાજિંત્રો સાથે આદિવાસી નૃત્ય દ્વારા સ્વાગત થયુ.આ કાર્યક્રમનું અધ્યક્ષીય ઉદબોદન નિવૃત્ત અધિક કલેક્ટર શ્રી એસ.એસ.બારીયા સાહેબના હસ્તે કરવામાં આવ્યુ. તેમણે પોતાના પ્રારંભિક વક્તવ્યમાં લાયબ્રેરી નું મહત્વ અને યુવાનોએ વર્તમાન સમયે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તે બાબતે ઊંડુ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
તેમાં મુખ્ય વક્તા તરીકે પ્રોફે.ડો. સુરેન્દ્ર બારીઆ (ઇતિહાસ વિભાગ) સરકારી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ મોરવાહડફ હાજર રહ્યા હતા. તેમણે ભૂતકાળના સંસ્મરણોને વાગોળી આધુનિક સમયમાં યુવાનોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કઈ રીતે પાસ કરવી તેની સમજણ પૂરી પાડી હતી. તે ઉપરાંત વ્યક્તિત્વ વિકાસમાં લાઇબ્રેરી નું મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતુ. આ પ્રસંગે આદિવાસી સમાજના રાજકીય, સામાજિક અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વડીલો, યુવાનો અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા. શ્રી દયારામ ભાઈ અને ભરતભાઈએ ભવિષ્યમાં શિક્ષક મંડળ તરફથી આર્થિક સહયોગની પણ ખાતરી આપી હતી. તેઓએ પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગ્રુપ ઓફ બિરસા અને સમગ્ર યુવા ટીમ કદવાલ તરફથી કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં કદવાલ ગામ અન્ય પંચાયતના સરપંચશ્રીઓ શ્રી જગુભાઈ સંગાડા, શ્રી અલ્કેશભાઈ પ્રજાપતિ સહિતના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત શ્રી અરવિંદભાઈ વસૈયા, દયારામ ભાઈ, બાબુભાઈ ડામોર, વજુભાઈ ડામોર, ડો. ધર્મેશ બારીયા ,ભરતભાઈ, દેવેન્દ્રભાઈ મેડા, મનસુખભાઈ કટારા, વિક્રમભાઈ ડામોર, રવિભાઈ, અનિલભાઈ ,સહિત ખૂબ જ મોટી સંખ્યામાં નામી અનામી તમામ યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. બહેનો માંથી શ્વેતાબેન અને કોમલબેન હાજર રહ્યા. ઉપસ્થિત સૌએ આર્થિક સહયોગ કરવાની પણ ખાતરી આપી હતી.આ કાર્યક્રમનું સંચાલન ડો. ગણેશ નિસરતા એ કર્યું હતુ. આમ આ સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો.