બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ
ભિતોળી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શાળાના બાળકોને પાણીના મહત્વ વિશે સચોટ વિગતે માહિતગાર કરી જળનો સમજ પૂર્વક ઉપયોગ કરવા આહ્વાન કરાયું
સુખસર,તા.22
ફતેપુરા તાલુકાની ભીતોડીપ્રાથમિક શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરી સૌપ્રથમ આચાર્ય અને સ્ટાફ મિત્રો દ્વારા વિશ્વ જળ દિવસ વિશેની માહિતી આપવામાં આવી હતી .જેમાં બ્રાઝિલમાં 1992માં પ્રથમ મીટીંગ મળી હતી.જેમાં વિશ્વ જળ દિવસ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.1993થી વિશ્વ જળ દિવસ ઉજવાય છે.સાથે પાણી 3/4 ભાગમાં છે.છતાં પાણી કેમ બચાવવુ તેના વિશે શાળાના બાળકોને માહિતગાર કરાયા હતા.ત્રણ ટકા પાણી પીવા લાયક છે,બાકીનું પાણી સમુદ્રમાં છે.આવનાર સમયમાં પાણી માટે યુદ્ધ થશે એવું માનવામાં આવે છે.પાણી એ હવા પછીનો જીવ સૃષ્ટિ માટે ઉપયોગી તત્વ છે.એટલા માટે પાણીને ધરતી પરનું અમૃત ગણવામાં આવે છે. પાણીનો વધુ પડતો બગાડ નાહવા ધોવામાં,ઉદ્યોગોમાં,ખેતીઓમાં થતો હોય છે.67 ટકા પાણી ખેતીવાડીમાં વપરાય છે.23% પાણી ઉદ્યોગોમાં વપરાય છે તથા 8 ટકા પાણી ઘરેલુ ઉપયોગમાં વપરાય છે.જેવી માહિતી બાળકોને આપ્યા બાદ દરેકે પાણી બચાવો અને તેનો કરકસર રીતે ઉપયોગ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.જેમાં નહવા માટે ફક્ત એક ડોલ પાણીનો ઉપયોગ કરવો, જાહેર જગ્યા પર નળ માંથી પાણી ટપકતો હોય તો ફરજિયાત બંધ કરવો, ખેતીવાડીમાં ટપક સિંચાઈ પદ્ધતિ તથા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જેવી બાબતો ધ્યાનમાં રાખવા આહવાન કરવામાં આવ્યું હતું.સાથે જળ વિશે પ્રશ્નોત્તરી કરી ટેસ્ટ લેવામાં આવ્યો હતો.તથા ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવી હતી.જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો.જેના દ્વારા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થયું હતું.અને આ રીતે વિશ્વ જળ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.