બાબુ સોલંકી :- સુખસર
માલવણ કોલેજ ખાતે સાહિત્યમાં રાષ્ટ્ર દર્શન પર રાષ્ટ્રીય પરિસંવાદ સંપન્ન થયો.
સુખસર,તા.21
શ્રી એન.કે.મહેતા અને શ્રીમતી એમ. એફ.દાણી આર્ટ્સ કૉલેજ માલવણ,જિ: મહીસાગરમાં
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી એન.કે.મહેતા અને શ્રીમતી એમ.એફ.દાણી આર્ટ્સ કૉલેજ માલવણના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ સાહિત્યમાં રાષ્ટ્રદર્શન વિષય ઉપર યોજવામાં આવ્યો હતો.એમ પરિસંવાદ કાર્યક્રમમાં પધારેલ મહેમાનોને આવકાર સંસ્થાના આચાર્ય પ્રિન્સિપાલ ડૉ.સી.એમ પટેલે આપ્યો હતો.કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માનનીય ડૉ.કુબેરભાઈ ડીંડોર,કેબીનેટ મંત્રીશ્રી આદિજાતિ વિકાસ,પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ગુજરાત સરકાર,મુખ્ય અતિથિ તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.ઉદ્ધાટક પ્રા.એન.આર. પાટીદાર માલવણ એજ્યુકેશન સોસાયટી ઉપસ્થિત રહ્યા હતા. બીજરૂપ વક્તવ્ય પ્રો.ડૉ.બી.કે. કલાસવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ એ આપ્યું હતું.પ્રથમ બેઠકના વક્તા તરીકે મહર્ષિ યાદવેન્દ્રજી જીવોત્થાન સંસ્થા,ઉદેપુર, રાજસ્થાન હતા.દ્વિતીય વક્તા તરીકે ડૉ.મહેશ એ. પટેલ અધ્યક્ષ,સંસ્કૃત વિભાગ,ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ અમદાવાદ હતા.અન્ય વક્તા તરીકે ડૉ.વિનોદ ગાંધી,ડૉ.દિનેશ માછી ઉપસ્થિત રહ્યા હતા.દ્વિતીય બેઠકના અધ્યક્ષ તરીકે પ્રોફેસર રાજેશ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.શોધપત્ર વાંચન સત્રના અધ્યક્ષ તરીકે ડૉ.જગદીશ માછી હતા.સંચાલન ડૉ. વિમલ ગઢવીએ કર્યું હતું.વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩માં કોલેજ પ્રથમ આવનાર વિદ્યાર્થોઓને સિલ્વર મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કોલેજના વિદ્યાર્થીઓ જેમણે જી.પી.એસ.સી પાસ કરી નોકરી મેળવી,એન.એસ.એસ માં આગળ વધ્યા,સ્પોર્ટ્સમાં આગળ વધ્યા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.આ સમગ્ર પરિસંવાદનું સુચારુ આયોજન તથા સંચાલન કૉલેજ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.