
રાહુલ ગારી :- ગરબાડા
મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ગાબડું :
પાટીયા ગામના વતની અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ભુરીયા તેમજ પાટિયા ગામના કોંગ્રેસના તાલુકા સભ્ય હરમલભાઈ ભુરીયા ભાજપમાં જય કેસરિયો ધારણ કર્યો…
ગરબાડા તાલુકા પંચાયતમાં ભાજપના તાલુકા સભ્ય 21 માંથી 22 થયા માત્ર કોંગ્રેસ પાસે 2 વધ્યા ..
ગરબાડા તા. ૧૦
દાહોદના રણધીકપુર ખાતે મુખ્યમંત્રીના આગમન પહેલા ગરબાડા કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું ગરબાડા તાલુકાના કોંગ્રેસ પાર્ટીના તેમજ આમ આદમી પાર્ટીના 500 થી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા જેમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન લીંબાભાઇ ભુરીયા , 133 વિધાનસભા આમ આદમી પાર્ટીના સંયોજક ગુલબાર ગામના ગોરધનભાઈ મંડોડ , લીંબાભાઇ ભુરીયા તેમજ દાદુર ના સરપંચ વિપુલભાઈ બામણીયા પૂર્વ તાલુકા પંચાયત સભ્ય બારીયા બળવંતભાઈ તેમજ વરજાંગીયા ના સરપંચ તેમજ તેમના સભ્યો અને હાલના પાટિયાના કોંગ્રેસના તાલુકા સભ્ય હરમલભાઈ ભુરીયા થતા પાટીયા ગામના aap માંથી તાલુકા પંચાયત સીટ લડેલા ઉમેદવાર ભુરીયા લાલાભાઈ તથા તેમની ટીમના સભ્યો ભાજપમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું હતું 500 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીમાંથી કેસરિયો ધારણ કરતી વેળાએ ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર તેમજ ગરબાડા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા