
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસે સીમલીયા બુઝર્ગ ગામે રેડ કરતા 43,200 ના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપાયો..
ગરબાડા તા.૦૩
ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામે ગરબાડા પોલીસે બાતમીના આધારે રેડ કરી મકાનમા સંતાડી રાખેલો રૂપીયા 43200/-ની કિંમતનો વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે.એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, સીમલીયા બુઝર્ગ ગામના લીમ ફળિયાના એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખવામા આવ્યો છે, જે બાતમીના આધારે ગરબાડા પોલીસે સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા પોલીસને ઘરમા સંતાડી રાખેલો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારુ બિયરની બોટલ નંગ 360 મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 43,200 નો જેટલી થાય છે, પોલીસે ધરમાથી મળી આવેલ વિદેશી દારુનો કબ્જો લઈ સ્થળ પર હાજર ધારજી મકના પરમાર ને ઝડપી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.