Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં ૨૦૨૪-૨૫ ના જિલ્લા કક્ષાના વિકાસ આયોજન અંગેની બેઠક યોજાઈ

March 1, 2024
        421
દાહોદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં ૨૦૨૪-૨૫ ના જિલ્લા કક્ષાના વિકાસ આયોજન અંગેની બેઠક યોજાઈ

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં ૨૦૨૪-૨૫ ના જિલ્લા કક્ષાના વિકાસ આયોજન અંગેની બેઠક યોજાઈ

દાહોદ જિલ્લો શિક્ષણ તેમજ વિકાસમાં પ્રગતિ કરે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે – પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર

દાહોદ :- તા. ૧

દાહોદ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં ૨૦૨૪-૨૫ ના જિલ્લા કક્ષાના વિકાસ આયોજન અંગેની બેઠક યોજાઈ

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને તમામ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૪-૨૫ ના જિલ્લા આયોજનની બેઠક સરદાર પટેલ હોલ કલેકટર કચેરી દાહોદ ખાતે યોજવામાં આવી હતી.

આ બેઠકમાં મંત્રીશ્રી કુબેર ભાઈ ડિંડોર એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસકામ સમયમર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે. જે અનુસંધાને પદાધિકારી-અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કામ કરવું ખૂબ જ જરૂરી છે.

આ બેઠક દરમ્યાન અગાઉ વર્ષ ૨૦૨૩-૨૪ની થયેલ આયોજન મંડળની બેઠકની કાર્યવાહી નોંધને તથા ફેરફાર કરેલ/બચત રકમના કામોને બહાલી આપવા બાબત, વિકેન્દ્રીત જિલ્લા આયોજન અને એ.ટી.વી.ટી. યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૩-૨૪ના વર્ષોમાં મંજુર થયેલ કામોની નાણાકીય તથા ભૌતિક પ્રગતિની સમિક્ષા, વર્ષ ૨૦૨૪-૨૫માં વિકેન્દ્રીત જિલ્લા આયોજન મંડળ હેઠળની ૧૫% વિવેકાધીન (તાલુકા કક્ષા) જોગવાઇ મુજબનું તાલુકાવાર તથા સદરવાર આયોજન મંજુર કરવા બાબત, વર્ષ ૨૦૨૪-૨૫નું ૧૫% વિવેકાધીન (નગરપાલિકા) જોગવાઈનું આયોજન મંજુર કરવા બાબત, વર્ષ ૨૦૨૪-૨૫નું જીલ્લા કક્ષાની ગ્રાન્ટના રૂ.૧૫૦ લાખના આયોજન બાબત તેમજ વર્ષ ૨૦૨૧ થી લઈને વર્ષ ૨૦૨૪ ના વર્ષમાં મંજુર થયેલા કામોની નાણાકીય તથા ભૌતિક પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠક દરમ્યાન વિશેષમાં મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે ૨૦૨૪-૨૫ નું નગરપાલિકા આયોજન માટેની ૧૫ % જોગવાઈનું બજેટ પાસ કરવાની મંજૂરી સાથે બોર્ડની પરીક્ષા અંગે પણ સલાહ – સૂચનો કર્યા હતા તેમજ બાકી રહેલ કામો જલ્દી પૂર્ણ થાય એવી શુભકામના આપતાં જણાવ્યું હતું કે, આવનાર સમયમાં દાહોદ જિલ્લો શિક્ષણ તેમજ વિકાસમાં પ્રગતિ કરે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

આ બેઠકમાં બેઠકમાં રાજ્યના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા, ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર,કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.પાંડોર, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, આયોજન અધિકારી શ્રી બી.એમ.પટેલ સંબધિત અધિકારી શ્રીઓ,તાલુકા પંચાયત પ્રમુખ શ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

૦૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!