
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નળવાઈ પાસે બે બાઈકો વચ્ચે અકસ્માત : બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત…
ગરબાડા તા. ૨૯
ઉનાળાનો સમય ચાલુ થતા ની સાથે જ અવાર-નવાર બાઈક ચાલકો ની ગફલત તેમજ બેદરકારીના લીધે અકસ્માતો સજાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો હોય છે ત્યારે વધુ એક આજે નળવાઈ ગામ પાસે બાઇક અને મોપેડ સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બંને વાહનોના ચાલકો ને ઇજાઓ પહોંચી હતી ધડાકાભેર અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાઈકો ઉપર સવાર નળવાઈ ગામના ૬૦ વર્ષે રમણભાઈ બચુભાઈ બામણીયા તેમજ 25 વર્ષીય ભાભોર શૈલેષભાઈ બામણીયા ને ૧૦૮ એમ્બ્યુલન્સના મારફતે ગરબાડા ના નજીકના દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખ ને છે કે હવે હોળીના તહેવારને ગણતરીના જ દિવસો બાકી રહ્યા ત્યારે બહારગામ મજૂરી કામ કરીને ફરજ ફરતા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેમ જ હાઇવે ઉપર હેલ્મેટ પહેરી ડ્રાઇવિંગ કરે તે જરૂરી બન્યું છે.