
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા નવીન બસ સ્ટેન્ડ માટે ફાળવેલ જમીન ઉપરના કાંટાળા ઝાડ દૂર કરી જગ્યા ખુલ્લી કરાઈ.
ગરબાડા તા. ૨૭
ગરબાડા નગરમાં રિલાયન્સ પંપની સામે નવાતરિયા ફળિયા પાસે ગરબાડામાં નવીન બસ સ્ટેન્ડ બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા જમીન ફાળવણી કરવામાં આવી છે પરંતુ આ જમીન પર મોટા પ્રમાણમાં કાંટાળા ઝાડ ઉગી નીકળ્યા છે.તેમજ અંદર વાહનોને પ્રવેશ કરવા માટે રોડ પણ નથી માટે બસ સ્ટેન્ડ મંજૂર કરેલ જમીન પર રોડની કામગીરી શરૂ કરવા માટે ગરબાડા ના સરપંચ અશોકભાઈ રાઠોડ તેમજ મનરેગા શાખાના ટેકનિકલ આસિસ્ટન્ટ જોરજી નીસરતા ની ઉપસ્થિતિમાં મજૂરો તેમજ તેમજ મશીનથી આ કાંટાળા ઝાડ કાપી દૂર કરી અને રસ્તો બનાવવા માટે સાફ સફાઇ હાથ ધરી હતી. ગરબાડા ના સરપંચ અશોકભાઈ રાઠોડ,મનરેગા એ.પી.ઓ મનીષભાઈ નળવાયા સ્થળ પર હાજર રહી યોગ્ય રીતે કામગીરી કરાવી હતી..