પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરની દાહોદની ઉડતી મુલાકાતે, રેલવે પ્રોડક્શન યુનિટનું નિરીક્ષણ કર્યું. જનરલ મેનેજરે રેલ્વે પ્રોડક્શન યુનિટની મુલાકાત લઈ અધિકારીઓથી તાગ મેળવ્યો..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરની દાહોદની ઉડતી મુલાકાતે, રેલવે પ્રોડક્શન યુનિટનું નિરીક્ષણ કર્યું.

જનરલ મેનેજરે રેલ્વે પ્રોડક્શન યુનિટની મુલાકાત લઈ અધિકારીઓથી તાગ મેળવ્યો..

દાહોદ તા. ૨૬ 

દાહોદમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 38.8 કરોડનાં ખર્ચે અમૃત ભારત સ્ટેશન યોજનાનુ વર્ચ્યૂલી શિલાન્યાસ તેમજ લોકાર્પણ કર્યો હતો.

ત્યારબાદ બપોરનાં સમયે નાગદાથી પોતાના સલૂન મારફતે દાહોદ આવવા નિકળેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર બપોરનાં સાડા ત્રણ વાગ્યાના અરસામાં દાહોદ ખાતે આવ્યાં હતાં. જ્યા રેલવેના ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ જીએમનો કાફલો સીધો જ રેલ્વે પ્રોડક્શન યુનિટ ખાતે પહોચ્યો હતો . જ્યાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રએ ઉપસ્થિત અઘિકારીઓ જોડે રેલ્વે કારખાનામાં ચાલી રહેલા કામોનુ નિરીક્ષણ કરી રીવ્યુ લીધા. હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના મહત્વપૂર્ણ પ્રોજેકટ રેલવે કારખાનાને ઝડપથી પૂર્ણ કરી શરૂ કરવા માટે સિમેન્સ કંપની તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ યુદ્ધના ધોરણે જોડાયેલા છે.

જેનાં પગલે નાગદા રેલ ખંડના દોરા પર આવેલાં જનરલ મેનેજર દાહોદની ઉડતી મુલાકાતે આવ્યાં હતાં.

Share This Article