
રાહુલ ગારી :- ગરબાડા
જીવન જોખમે સવારી; ધાનપુર તાલુકામાં તુફાન ચાલક છત પર મુસાફરોને બેસાડી લઈ જઈ જતી તસવીર સામે આવી.
ધાનપુર પોલીસ આ બાબતથી અજાણ કે પછી હપ્તા બોલતા હૈ…
ગરબાડા તા. ૨૧
દાહોદ જિલ્લાના ધાનપુર ખાતેથી જીવના જોખમે સવારીનો એક તસવીર સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે એક ગાડીમાં લોકો પોતાના જીવના જોખમે સવારી કરી રહ્યા છે. ગુજરાતમાં દરરોજ અસંખ્ય અકસ્માત થતા હોય છે. અનેક અકસ્માતોમાં લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે ધાનપુર તાલુકા તરફ જતા રસ્તા પરથી સામે આવેલ તસવીરમાં જોઈ શકાય છે કે એક ગાડી ચાલકે ગાડીની છત પર પણ મોટી સંખ્યામાં મુસાફરોને બેસાડ્યા છે. હકીકતમાં વધારે ભાડાની લાલચમાં તૂફાન જીપ ચાલકે જીપની અંદર ઉપરાંત છત પર પણ મુસાફરોને બેસાડી લોકોના જીવને જોખમમાં મૂક્યા છે હકીકતમાં રાજ્યમાં અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે આવી રીતે મુસાફરી જોખમી સાબિત થઈ શકે છે. જો સહેજ પણ ભૂલ થાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે. આ તસવીર ખરેખર બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ છે. લોકોએ પણ આવી જોખમી સવારી ટાળવી જોઈએ. આ ઉપરાંત ભાડા પર વાહનો ચલાવી રહેલા લોકોએ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. આ બાબતથી ધાનપુર ટ્રાફિક પોલીસ અજાણ છે કે પછી હપ્તા બોલતા હૈ તેવી પણ લોક મુખે ચર્ચાઓ છે.આ કેસમાં પોલીસ ગાડી ચાલક સામે કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે.