Sunday, 08/09/2024
Dark Mode

સ્માર્ટ રોડ અપગ્રેડેશન અંતર્ગત તંત્રની કાર્યવાહી,વર્ષો જૂની પોલીસ ચોકી પર બુલડોઝર ચાલ્યો.. દાહોદમાં ગોદીરોડ સ્થિત પોલીસ ચોંકીને તોડી ચાકલિયા રોડ ઓક્ટ્રોય નાકા પર સ્થળાંતર કરવામાં આવી..

February 21, 2024
        2076
સ્માર્ટ રોડ અપગ્રેડેશન અંતર્ગત તંત્રની કાર્યવાહી,વર્ષો જૂની પોલીસ ચોકી પર બુલડોઝર ચાલ્યો..  દાહોદમાં ગોદીરોડ સ્થિત પોલીસ ચોંકીને તોડી ચાકલિયા રોડ ઓક્ટ્રોય નાકા પર સ્થળાંતર કરવામાં આવી..

રાજેશ વસાવે :- દાહોદ 

સ્માર્ટ રોડ અપગ્રેડેશન અંતર્ગત તંત્રની કાર્યવાહી,વર્ષો જૂની પોલીસ ચોકી પર બુલડોઝર ચાલ્યો..

દાહોદમાં ગોદીરોડ સ્થિત પોલીસ ચોંકીને તોડી ચાકલિયા રોડ ઓક્ટ્રોય નાકા પર સ્થળાંતર કરવામાં આવી..

પોલીસ ચોકી દબાણમા દુર થતા લેન્ડમાર્ક ગણાતી ચોકી ઇતિહાસ બની..

દાહોદ તા.21

સ્માર્ટ રોડ અપગ્રેડેશન અંતર્ગત તંત્રની કાર્યવાહી,વર્ષો જૂની પોલીસ ચોકી પર બુલડોઝર ચાલ્યો.. દાહોદમાં ગોદીરોડ સ્થિત પોલીસ ચોંકીને તોડી ચાકલિયા રોડ ઓક્ટ્રોય નાકા પર સ્થળાંતર કરવામાં આવી..

દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડ અપગ્રેડેશનની કામગીરી દરમિયાન વહીવટી તંત્ર દ્વારા ગોદીરોડ સ્થિત પોલીસ ચોકી નંબર 6 રસ્તા પૈકી દબાણમાં આવતા આજરોજ બુલડોઝર મારફતે જમીનદોસ્ત કરવામાં આવી હતી. આ પહેલા પોલીસ ચોકી નંબર છ ને ચાકલિયા રોડ સ્થિત જુના ઓક્ટ્રોય નાકા પર કાર્યરત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ શહેરના ગોદી રોડ પર વહીવટી તંત્ર દ્વારા થોડા દિવસ અગાઉ ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન રેલ્વે ગેટની એન્ટ્રી તરફ આવેલી દુકાનો , તેમજ પોલીસ ચોકી ની બાજુમાં આવેલી દુકાનને તોડી પાડવામાં આવી હતી. આ દરમિયાન રસ્તામાં દબાણમાં આવતી પોલીસ ચોકી તેમજ સુલભ શૌચાલયને થોડી પાડવાની કામગીરીથી બાકાત રાખવામાં આવી હતી.

સ્માર્ટ રોડ અપગ્રેડેશન અંતર્ગત તંત્રની કાર્યવાહી,વર્ષો જૂની પોલીસ ચોકી પર બુલડોઝર ચાલ્યો.. દાહોદમાં ગોદીરોડ સ્થિત પોલીસ ચોંકીને તોડી ચાકલિયા રોડ ઓક્ટ્રોય નાકા પર સ્થળાંતર કરવામાં આવી..

ત્યારબાદ પોલીસ તંત્ર દ્વારા વર્ષોથી ગોદીરોડ પર કાર્યરત પોલીસ ચોકી નંબર છ ને ચાકલીયા રોડ સ્થિત જુના ઓકટોય નાકા પર કાર્યરત કરવા માટે નગરપાલિકા તેમજ પોલીસ તંત્ર દ્વારા પત્ર વ્યવહાર તેમજ અન્ય જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ જુના ઓક્ટ્રોય નાકાને રીડેવલોપમેન્ટ કરી તે સ્થળ પર પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી હતી. જે બાદ આજરોજ તંત્ર દ્વારા બુલડોઝર વડે પોલીસ ચોકીને તોડી પાડવામાં આવી હતી. જોકે હાલ ગોદી રોડ રેલવે એન્ટ્રી ગેટ પાસે આવેલાં સુલભ શૌચાલયને તોડી પાડવાની કામગીરી ટેકનિકલ કારણોના લીધે હમણાં પણ મુલત્વી રાખવામાં આવી છે. પરંતું આજરોજ તંત્ર દ્વારા પોલીસ ચોકી ને જમીનદોસ્ત કરાતા ગોદીરોડ પર વર્ષોથી લેન્ડમાર્ક ગણાતી પોલીસ ચોંકી નબર 6 હવે ઇતિહાસ બની જવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!