Sunday, 08/09/2024
Dark Mode

દાહોદના ઝાયડસ હોસ્પિટલની વધુ એક સિદ્ધિ: બાળ રોગના નિષ્ણાંત તબીબીઓએ એક માસના બાળકના જઠરમા વધારાની માંસપેસીઓ ઓપરેશન દ્વારા દુર કરી…

February 15, 2024
        405
દાહોદના ઝાયડસ હોસ્પિટલની વધુ એક સિદ્ધિ:  બાળ રોગના નિષ્ણાંત તબીબીઓએ એક માસના બાળકના જઠરમા વધારાની માંસપેસીઓ ઓપરેશન દ્વારા દુર કરી…

રાજેશ વસાવે :- દાહોદ

દાહોદના ઝાયડસ હોસ્પિટલની વધુ એક સિદ્ધિ:

બાળ રોગના નિષ્ણાંત તબીબીઓએ એક માસના બાળકના જઠરમા વધારાની માંસપેસીઓ ઓપરેશન દ્વારા દુર કરી…

બાળકને સ્તનપાન કર્યા બાદ વામીટીંગ થતાં બાળ રોગ નિષ્ણાંતની ટીમોએ બીમારી દુર કરી..

બાળકને છ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ..

દાહોદ તા.15

દાહોદના ઝાયડસ હોસ્પિટલની વધુ એક સિદ્ધિ: બાળ રોગના નિષ્ણાંત તબીબીઓએ એક માસના બાળકના જઠરમા વધારાની માંસપેસીઓ ઓપરેશન દ્વારા દુર કરી...મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લો પણ મેડિકલ ક્ષેત્રે અને બીમારીઓના નિદાન કરવાની દિશામાં અગ્રેસર બની મહાનગરો તેમજ મેટ્રોસિટીની હરોળમાં સામેલ થઈ રહ્યો છે. ખાસ કરીને દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ ની શરૂઆત થયા બાદ આદિવાસી વિસ્તાર ગણાતા દાહોદ , પ્રદેશના અલીરાજપુર ઝાબુઆ,રતલામ, તેમજ રાજસ્થાનના બાસવાડા ડુંગરપુર સહિતના આસપાસના વિસ્તારોમાંથી વિવિધ બીમારીઓના પીડિત દર્દીઓ ઝાયડા હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોસ્પિટલમા 24×7 સારવાર કરવામાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની બીમારીઓના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની કાળજીપૂર્વક સારવાર કરી સાજા કરતા ટ્રાઈબલ ગણાતા વિસ્તારના રહેવાસીઓ માટે

દાહોદના ઝાયડસ હોસ્પિટલની વધુ એક સિદ્ધિ: બાળ રોગના નિષ્ણાંત તબીબીઓએ એક માસના બાળકના જઠરમા વધારાની માંસપેસીઓ ઓપરેશન દ્વારા દુર કરી...

 

દાહોદનું ઝાયડસ હોસ્પિટલ આશીર્વાદ ગ્રુપ સાબિત થઈ રહ્યું છે. વધુ એક ઉદાહરણ તાજેતરમાં સામે આવ્યું છે. જેમા ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામની સરલાબેન ડામોર તેનાં એક(૧) માસના બાળક ને લઈને હોસ્પિટલમાં પહોંચી હતી અને બાળ રોગના તબીબોને તેના બાળકની સમસ્યા વિશે જણાવ્યું હતું કે તેનું બાળક જન્મતા જ દૂધ પીધા પછી તરત જ ઉલટી થઇ જવાની સમસ્યા થઈ હતી.જે બાદ હોસ્પિટલના પ્રીડીયાટિક ડોક્ટર દ્વારા બાળકને બાળરોગ વિભાગમાં દાખલ કરવામાં આવ્યુ હતું.અને બાળરોગ નિષ્ણાતો દ્વારા તપાસ કરી તેઓને સર્જરી વિભાગમાં મોકલવામાં આવ્યુ હતું.જ્યાં બાળદર્દીની તમામ જરૂરી તપાસ કરી રિપોર્ટો કરાવ્યા પછી જાણવા મળ્યું કે બાળકના જઠરના ભાગમાં વધારાની માંસપેશીના લીધે અટકાવ થતો હતો જેના માટે ઓપરેશન કરવું જરૂરી બન્યું હતું.જોકે બાળક એક માસનો જ હોવાથી તબીબોની ટીમ નિદાન માટે વિચાર વિમર્શ કરવા લાગી હતી.અને તે તમામ રિપોર્ટોની બારીકાઈથી એનાલિસિસ કર્યા બાદ આ બાળકનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ઓપરેશનની તૈયારીઓ કર્યા બાદ આ બાળદર્દીનું સફળ ઓપરેશન કરીને વધારાની માંસપેશીઓને પહોળી કરીને માર્ગ મોટું કરવામાં આવ્યુ હતું.જેના પગલે બાળકને જીવનદાન મળ્યું છે. જોકે આ બાળકના બીમારીના નિદાન માટે સર્જરી વિભાગના નિષ્ણાત સર્જનો ડો.સુનીલ પટેલ, ડો.મધુકર વાઘ, ડો.કમલેશ ગોહિલ, તેમજ એનેસ્થેસિયા વિભાગના ડો.જાનવી, ડો.આનંદ દરજી તથા તેમની ટીમ સાથે આ સફળ ઓપરેશન કરી દર્દીને ૬(છ) દિવસમાં રજા આપવામાં આવી હતી. જે બાદ પોતાનું બાળક ઝાયડસ હોસ્પિટલના તબીબોની સારવારથી સાજો થતા બાળકની માતા તેમજ તેના પરિવારજનોએ ઝાયડસ હોસ્પિટલનો ભારોભાર આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!