ગરબાડા તાલુકા પંચાયત કચેરીના કારોબારી ચેરમેનની નિમણૂક કરવામાં આવી.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકા પંચાયત કચેરીના કારોબારી ચેરમેનની નિમણૂક કરવામાં આવી.

કારોબારી ચેરમેન તથા ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવા મળેલ બેઠકમાં પાર્ટીના આદેશથી માત્ર કારોબારી ચેરમેન નિમણુક કરાઈ જ્યારે ન્યાય સમિતિ ચેરમેન ની વરણી મોકૂફ રખાઈ.

ગરબાડા તા. ૫

ગરબાડા તાલુકા પંચાયત કચેરીના સભા ગૃહમાં ગરબાડા તાલુકા પંચાયત કચેરીની કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી જે કારોબારી સમિતિની બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેન તથા ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવા માટે બેઠક મળી હતી પરંતુ પાર્ટીના આદેશથી હાલ માત્ર કારોબારી સમિતિના ચેરમેન ની વરણી કરવામાં આવી હતી અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી હાલ મોકૂફ રખાઈ હતી.ત્યારે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે ગરબાડા તાલુકાના નઢેલાવ તાલુકા પંચાયત સીટ ના તાલુકા સભ્ય સંદીપભાઈ વોહનિયા ને કારોબારી ચેરમેન (અધ્યક્ષ) તરીકેની નિમણૂક કરવામાં આવી હતી આ પ્રસંગે ગરબાડા તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ રાઠવા,ગરબાડા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ, ગરબાડા વિધાનસભા વિસ્તારક દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ ચંદુભાઈ ગણાવા સહિત કારોબારી સમિતિ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તમામ ઉપસ્થિત સભ્યો તેમજ હોદ્દેદારો દ્વારા કારોબારી ચેરમેન પદે વરણી કરાયેલ સંદીપભાઈ વહોનીયા ને ફૂલહાર પહેરાવી મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Share This Article