
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસ માધ્યમિક શાળા ખાતે પોકસો ટ્રાફિક અવરનેશ નશામુક્તિ કુરિવાજો નાબૂદી અંતર્ગત કાર્યક્રમ યોજ્યો..
ગરબાડા તા.૨૯
ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ ગરબાડા પોલીસની સીટી દ્વારા માધ્યમિક શાળા ખાતે પોકસો ટ્રાફિક અવરનેશ નશામુક્તિ કુરિવાજો નાબૂદી અંતર્ગત કાર્યક્રમ યોજ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની જાણકારી મળી રહે તેમજ ગરબાડા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં બનતા પોક્સો ના ગુનાઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ નશા મુક્ત બને અને જે દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કુરિવાજો નાબૂદ કરવા અને બાળકોને કાયદા અંગેની સમજ મળે તે અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ દ્વારા બાળકોને 18 વર્ષથી નીચેના બાળકોએ વાહન ન ચલાવું તેમજ 18 વર્ષની ઉપરની ઉંમરના બાળકોએ હાઇવે પર હેલ્મેટ પહેરીને ડ્રાઇવિંગ કરવું તેમજ દારૂનું વ્યસન ન કરવું અને કુરિવાજો નાબૂતી અંતર્ગત બાળકોને માર્ગદર્શન આપ્યું હતું