
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના પાંચવાડા ખાતે નવમા તબ્બકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
ગરબાડા તા. ૨૩
આજે તારીખ 23 જાન્યુઆરીના રોજ ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર ની ઉપસ્થિતિમાં નવમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમ સવારના 09:00 થી સાંજના પાંચ કલાક સુધી ચાલ્યો હતો આ કાર્યક્રમમાં સરકારની 13 વિભાગોની 56 જેટલી સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તે હેતુથી આ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચવાડા,સાહડા,દેવધા,બોરીયાલા,ગાંગરડા, ગુલબાર, જાંબુઆ નીમય, ઝરીબુઝર્ગ,ગરબાડા,મીનાક્યાર, પાટીયાઝોલ, ભુતરડી,ચંદલા,નળવાઈ,
સીમળીયાબુઝર્ગનાં લોકોને સેવા સેતુ કાર્યક્રમમાં 13 વિભાગની 56 સેવાઓ એક જ જગ્યા ઉપર આપવામાં આવી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય અર્જુનભાઈ ગારી પાંચવાડા ગામના સરપંચ તાલુકા સભ્યો સહિત , તાલુકા વિકાસ અધિકારી અધિકારી પશુ ચિકિત્સક અધિકારી સહિત મામલતદાર તાલુકા પંચાયત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો