Sunday, 08/09/2024
Dark Mode

જેસાવાડા માં શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

January 23, 2024
        703
જેસાવાડા માં શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

રાહુલ ગારી :- ગરબાડા 

જેસાવાડા માં શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ગરબાડા તારીખ 22

પ્રભુ શ્રી રામચંદ્રજીની પાવન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ગર્ભ ગૃહમાં થઈ એ મંગળ પ્રસંગને અવિસ્મણીય સંભારણું બનાવવા જેસાવાડામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધન્ય ઘડીએ પદ્મનાભ મંદિર પરિસર થી શ્રીરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી રામના જય ઘોષ સાથે નીકળેલી દિવ્ય શોભાયાત્રામાં ભક્તો રામમય બની ગયા હતા. 500 વર્ષ પછી અયોધ્યા થી શ્રી રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા બાદ જ્યારે 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ તેમજ વિશ્વના રામ ભક્તો રામ ભક્તિમાં લીન બની ગયા છે ત્યારે જેસાવાડા માં પણ 22 જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં પ્રગટાવેલ 108 દીવા વડે જળહળી ઉઠ્યો હતો મંદિરમાં રંગોળી ફૂલહાર અને તોરણથી સુશોભિત કરવામાં આવ્યું હતું. વહેલી સવારે યશ વાટિકા કુમાર આશ્રમના બાળકોએ પ્રભાતફેરી કાઢી હતી તથા નવથી 11 કલાક સુધી રામધુન હનુમાન ચાલીસા ની રમઝટ જમાઈ હતી.

આ પ્રસંગે યશ વાટિકા કુમાર આશ્રમ જેસાવાડા રામ મંદિર થી શોભાયાત્રા પદ્મનાભ મંદિરે પહોંચતા આરતી વડે સ્વાગત કરવામાં આવ્યું હતું જેસાવાડા નગરમાં તમામ ગ્રામજનો સાથે ભવ્યથી ભવ્ય રીતે શોભાયાત્રા યોજાઈ હતી. સાંજે ત્રણ વાગ્યાથી જાહેર ભોજન ભંડારો જેમાં આશરે પાંચેક હજાર માણસોએ બુંદી ગાંઠીયા દાળ ભાતનો મહાપ્રસાદ નો આનંદ મળ્યો હતો.

રાત્રે મંદિર પરિસરમાં સુંદરકાંડ ભજન મંડળ એ સુંદરકાંડ ભજન સંધ્યા નો કાર્યક્રમ યોજ્યો હતો. દિવસ દરમિયાન મહિલા મંડળે ગરબા ની રમઝટ જમાવી ભવ્યથી ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!