Sunday, 08/09/2024
Dark Mode

અહો આશ્ચર્યમ.દાહોદમાં ભાજપ સિવાયના રાજકીય પક્ષો સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીને ભૂલ્યા.!!  ભાજપ દ્વારા યોજાયેલા ઉજવણી કાર્યક્રમમાં મોટાભાગના સુધરાઈ સભ્યો ગેરહાજર રહેતા અનેક તર્ક વીતર્ક વહેતા થયા..

January 12, 2024
        347
અહો આશ્ચર્યમ.દાહોદમાં ભાજપ સિવાયના રાજકીય પક્ષો સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીને ભૂલ્યા.!!   ભાજપ દ્વારા યોજાયેલા ઉજવણી કાર્યક્રમમાં મોટાભાગના સુધરાઈ સભ્યો ગેરહાજર રહેતા અનેક તર્ક વીતર્ક વહેતા થયા..

#DahodLive

અહો આશ્ચર્યમ.દાહોદમાં ભાજપ સિવાયના રાજકીય પક્ષો સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીને ભૂલ્યા.!!

ભાજપ દ્વારા યોજાયેલા ઉજવણી કાર્યક્રમમાં મોટાભાગના સુધરાઈ સભ્યો ગેરહાજર રહેતા અનેક તર્ક વીતર્ક વહેતા થયા..

દાહોદ તા. ૧૨

અહો આશ્ચર્યમ.દાહોદમાં ભાજપ સિવાયના રાજકીય પક્ષો સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીને ભૂલ્યા.!!  ભાજપ દ્વારા યોજાયેલા ઉજવણી કાર્યક્રમમાં મોટાભાગના સુધરાઈ સભ્યો ગેરહાજર રહેતા અનેક તર્ક વીતર્ક વહેતા થયા..

 18મી સદીમાં જન્મેલા અને પોતાની વિચારો દ્વારા લોકોની સોચ બદલનારા તેમજ વિશ્વ મંચ પર હિન્દુ ધર્મની મજબૂત ઓળખ ઉભી કરનારા સ્વામી વિવેકાનંદની આજે 161 મી જન્મ જયંતીને અનુલક્ષીને કેટલાક શૈક્ષણિક સંસ્થાનો, સામાજિક સંગઠનો દ્વારા સ્વામી વિવેકાનંદની ઉજવણીને અનુલક્ષીને કાર્યક્રમો થકી સ્વામી વિવેકાનંદને યાદ કરી તેમના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ દાહોદમાં ભાજપ સિવાયના કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ભૂલ્યા હોય તેવું જણાઈ આવ્યું હતું. દાહોદના સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે ભાજપ સંગઠન દ્વારા સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સંગઠનના હોદ્દેદારો તથા આંગળીના વેઢે ગણી શકાય તેવા નગરપાલિકાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઉપરોક્ત પદાધિકારિઓએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને માલ્યાર્પણ કરી સ્વામી વિવેકાનંદના વિચારો થતી તેઓ તેમને યાદ કર્યા હતા. પરંતુ આ કાર્યક્રમમાં મોટાભાગના સુધરાઈ સભ્યો ગેરહાજર રહેતા તરેહ તરેહના તર્ક વિતર્કો વહેતા થયા હતા. પક્ષમાં ચાલતી અંદરો અંદરની ચર્ચાઓ અનુસાર આ કાર્યક્રમ દર વખતે નગરપાલિકા દ્વારા યોજવામાં આવે છે. જેમાં નગરપાલિકા અને સંગઠન સંયુક્ત રીતે સવારના 9:30 વાગ્યા સુધીમાં ઉજવણી કરી લેતી હોય છે. પરંતુ આ વખતે છેલ્લી ઘડીએ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી હોવાનું યાદ આવતા મોઢે મોઢે 11:30 વાગે સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિતના રાષ્ટ્રીય પક્ષો પણ ઉજવણી કરવાનું ભૂલી જતા એક પ્રકારનું આશ્ચર્ય ઊભું થવા પામ્યું છે.

અમે દિલ્હી કાર્યક્રમમાં હતા,પાલિકા દ્વારા સાફ સફાઈ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી :- ગોપી દેસાઈ પાલિકા પ્રમુખ.

 સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી ની ઉજવણીને અનુલક્ષીને અમારા સોશિયલ મીડિયા ગ્રુપમાં ગઈકાલે સૂચના આપી દેવામાં આવી હતી. અમે પાર્ટીના કાર્યક્રમને અનુલક્ષીને દિલ્હી ખાતે પ્રોગ્રામમાં ગયેલા હતા. પરંતુ પાલિકાના અધિકારીઓને સૂચના આપી સ્વામી વિવેકાનંદની ઉજવણીને અનુલક્ષીને સાફ-સફાઈ સહિતની કામગીરી વહેલી સવારે જ કરી દેવામાં આવી હતી.

 મીટીંગ હોવાથી આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી હોવાનું અમને તો યાદ જ ના રહ્યું.:- (આસિફ સૈયદ કોંગ્રેસના નેતા.)

 સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતી આજે છે તેવું અમને ખ્યાલ નહોતો. અમારે કોંગ્રેસની મીટીંગ હતી એટલે તે મીટીંગની વ્યસ્તતાના કારણે આજે જન્મ જયંતી હોવાનું અમને માલુમ ન હોવાથી અમે ઉજવણી કરી શક્યા નહોતા..

લોકશાહી જેવું ક્યાં છે.?સંગઠનના હોદ્દેદારો ગાંધીનગર હોવાથી ઉજવણી થઈ ના શકી :- હાર્દિક સોલંકી,          ( જિલ્લા મહામંત્રી, aap )

 સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી આજે જે અમને યાદ છે અમે ભૂલ્યા નથી પરંતુ એમય હવે લોકશાહી જેવું ક્યાં છે.?અમારા નેતા ચેતર વસાવા જેલમાં હોવાથી અમારા સંગઠનના હોદ્દેદારો તેમજ પદાધિકારીઓ ગાંધીનગર ખાતે હોવાથી અહીંયા કોઈ ઉપસ્થિત નહોતું એટલા માટે અમે આમ આદમી પાર્ટી દ્વારા સ્વામી વિવેકાનંદની ઉજવણી કરી શક્યા નહોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!