
જીગ્નેશ બારીયા :- દાહોદ
રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર,રેલ ઉપભોગતા મિટિંગ બાદ રેલવે તંત્રે પ્લેટફોર્મ ટીકીટમાં કર્યો ધરખમ ઘટાડો
કોરોનાકાળમાં પ્લેટફોર્મ ટિકિટનો ભાવ 30 રૂપિયા કરી દેવાયો હતો:
દાહોદ તા.૦૬
દાહોદ શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશન ખાતે કોરોના કાળ દરમ્યાન પ્લેટફોર્મ ટીકીટ ૧૦થી વધારીને ૩૦ રૂપીયા કરી દેવામાં આવી હતી જેનું મુખ્ય કારણ એ હતું કે, જે તે સમયે કોરોના મહામારીમાં રેલ્વે સ્ટેશન ખાતે ભીડભાડ ન રહે અને માત્ર મુસાફરોની જ અવર જવર રહે તે માટે આ ચાર્જ વધારવામાં આવ્યો હતો ત્યારે આજથી એટલે કે, ૦૬ ઓક્ટોબરથી પ્લેટફોર્મ ટીકીટનો ભાવ ઘટાડી પુનઃ ૧૦ રૂપીયા કરી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે દાહોદ શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ ટીકીટના ભાવ ઘટાડી આજથી પુનઃ ૧૦ રૂપીયા કરી દેવામાં આવ્યાં છે. કોરોનાકાળ દરમ્યાન ઘણી ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી અને છેલ્લા એક વર્ષના સમયગાળા દરમ્યાન દાહોદ રેલ્વે સ્ટેશન સુમસાન ભાસી રહ્યું હતું બીજી તરફ હવે જેમ જેમ પરિસ્થિતી સુધરી રહી છે તેમ તેમજ ટ્રેનો પણ રાબેતા મુજબ શરૂં થઈ રહી છે. અહીં વાત એ છે કે, જે તે સમયે કોરોનાએ માથું ઉચક્યું હતું તે સમયે એક વર્ષ અગાઉ પ્રથમ લહેરથી લઈ બીજી લહેર સુધી દાહોદ રેલ્વે સ્ટેશનમાં પ્રવેશવા માટે પ્લેટફોર્મ ટીકીટ રૂા.૧૦ના સ્થાને ૩૦ રૂપીયા કરી દેવામાં આવી હતી જેને મુખ્ય કારણ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, પ્લેટફોર્મ પર ભીડભાડ ન રહે અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન જળવાઈ રહે તે માટે ભાવ વધારવામાં આવ્યાં હતાં પરંતુ હવે જેમ જેમ પરિસ્થિતી સુધરી રહી છે તેમ તેમ હવે રેલ્વેમાં પણ સુધારો થઈ રહ્યો છે જેને પગલે આજથી પ્લેટફોર્મ ટીકીટ રાબેતા મુજબ ૧૦ રૂપીયા કરી દેવામાં આવી છે.
—————————-