
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકામાં લોકસભા 2024 ની ચૂંટણી પહેલા evm નિદર્શન કાર્યક્રમ યોજાયો
ગરબાડામાં આવેલ અંતરિયાળ વિસ્તાર ભરસડા ,દાદુર, ટુંકીવજુ ,ટુંકી અનોપ, EVM નિદર્શન કાર્યક્રમ યોજાયો
ગરબાડા તા. ૯
આવનાર થોડા મહિનાઓ બાદ લોકસભા 2024 ની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગરબાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી વિભાગ દ્વારા દરેક બુથ સુધી વ્યવસ્થિત માહિતી પોહચે તે માટે EVM નિદર્શન કાર્યક્રમ શરૂ કરાયો છે જેમાં એક વાહનમાં EVM વિવિપેટ સાથે ઝોનલ અધિકારી માસ્ટર ટ્રેનર અને પોલીસ સ્ટાફ સાથે દરેક ગામના બુથ ઉપર જઈને મતદાર યાદી સાથે ત્યાં રહેતા મતદાતાઓને માહિતી આપવામાં આવે છે આજે 9 જાન્યુઆરી મંગળવારના રોજ ગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ભરસડા ,દાદુર, ટુંકીવજુ ,ટુંકી અનોપ, સહિતના ગામોમાં નિદર્શન વાન દ્વારા ગ્રામજનો ચૂંટણી લક્ષી માહિતી આપવામાં આવી હતી