
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના જેસાવાડા ખરેડી ડુંગરી સ્કૂલ ખાતે ખેલ મહાકુભ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરાયું
ગરબાડા તા. ૩
ગરબાડા તાલુકાના જેસાવાડા ખરેડી ડુંગરી સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત વિવિધ રમત નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના શિક્ષક દિવ્યાંગકુમાર ભરતભાઈ રાઠોડ દ્વારા સ્કૂલમાં ખોખો કબડ્ડી અને ક્રિકેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જે તે બાળકોમાં ખેલ ભાવના કેળવાય અને બાળકો દાહોદ જિલ્લા તેમજ રાજ્યનું નામ ઉજ્જવલ કરે તે માટે આ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ ખેલ મહાકુંભ અંતર્ગત શાળા કક્ષાએ વિજેતા ટીમને તાલુકા કક્ષાએ રમવા માટે આગળ મોકલવામાં આવશે અને જે તાલુકા કક્ષાએ વિજેતા થશે તેને જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો સહિત બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો