31 ડિસેમ્બરને લઈને દાહોદ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં…

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

31 ડિસેમ્બરને લઈને દાહોદ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં…

ગરબાડાની મીનાક્યાર બોર્ડર પર થઈને ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું..

ગરબાડા તા.30

ગરબાડાની મીનાક્યાર બોર્ડર મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી મુખ્ય બોર્ડર છે જ્યાં અવારનવાર મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે અને નવા નવા કીમિયાઓ અજમાવીને દારૂનો જથ્થો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જતો હોય છે વર્ષ 2023 પૂર્ણ થવાના આરે છે ત્યારે 31ફર્સ્ટ ની ઉજવણી હોય ત્યારે આવા સમયમાં દારૂની હેરાફેરી પણ થાય ત્યારે મધ્યપ્રદેશ માંથી ગુજરાતમાં દારૂ ન આવે તે માટે ગરબાડા પોલીસ દ્વારા મીનાક્યાર બોર્ડર પર પોલીસનો ચાપતો બંદોબત ગોઠવી દેવામાં આવ્યો છે અને મધ્યપ્રદેશ માંથી આવતા તમામ વાહનો ની પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે અને મધ્યપ્રદેશને જોડતા જુદા જુદા વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા જવાનો તેનાત કરવામાં આવ્યા છે અને આવનાર 2024 નું વર્ષ શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ થાય તે માટે તેમજ વિદેશીદારૂ ઘુસાડનાર તત્વો ને પકડી પાડવા માટે પોલીસ દ્વારા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે મીનાક્યાર બોર્ડર પાસે જ મધ્યપ્રદેશ નો દારૂનો ઠેકો પણ આવેલ છે.

Share This Article