
રાહુલ ગારી :- ગરબાડા
આદિવાસી વિસ્તારમાં લાભાર્થીઓના હક્કો ઉપર તરાપ મારતા અનાજ માફિયાઓ સામે કાર્યવાહી…
દાહોદ જિલ્લામાં સસ્તા અનાજની ૫ દુકાનો સસ્પેન્ડ કરાઈ..
ગરબાડા તા. ૨૯
નાયબ નિયામકશ્રી, અન્ન અને નાગરીક પુરવઠા, ગાંધીનગરની કચેરીની ટીમ ઘ્વારા દાહોદ જિલ્લાની કુલ ૨૧ દુકાનોની તપાસણી અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને મળેલ હતો. જેમાં કુલ ૨૦ વ્યાજબી ભાવની દુકાનો તથા ૧ બીનપરવાનેદાર દુકાનની તપાસણી કરવામાં આવેલ હતી. જેના અનુસંધાને કુલ ૫ વ્યાજબી ભાવની દુકાનોને ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે તેમજ અન્ય ૧૬ દુકાનોની સામે ખાતાકીય રાહે સુનાવણી રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.જેમાં ગરબાડા તાલુકાના ગાંગરડા ગામમાં શ્રી સંદિપકુમાર છત્રસિંહ મેડા સંચાલીત વ્યાજબી ભાવની દુકાન, ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામમાં શ્રી અભેસિંહ બરસીગભાઈ બીલવાળ, સંચાલીત વ્યાજબી ભાવની દુકાન, ફતેપુરા તાલુકામાં સુખસર ગામમાં શ્રી ભુનેતર મુકેશભાઈ મુળજીભાઈ, સંચાલીત વ્યાજબી ભાવની દુકાન, ફતેપુરા તાલુકામાં મારગાળા ગામમાં શ્રી કપિલકુમાર ભરતલાલ કલાલ, સંચાલીત વ્યાજબી ભાવની દુકાન અને ઝાલોદ તાલુકામાં શ્રી કોઠારી યોગેશકુમાર કનૈયાલાલ, સંચાલિત વ્યાજબી ભાવની દુકાન સસ્પેન્ડ કરાઈ તેમ જિલ્લા પુરવઠા અધિકારી, દાહોદ ની અખબારી યાદીમાં જણાવેલ છે.
*ગરબાડા તાલુકાની બે સસ્તા અનાજની દુકાનો સસ્પેન્ડ કરાઈ*
નાયબ નિયામકશ્રી, અન્ન અને નાગરીક પુરવઠા, ગાંધીનગરની કચેરીની ટીમ ઘ્વારા દાહોદ જિલ્લાની કુલ ૨૧ દુકાનોની તપાસણી અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને મળેલ હતો. જેમાં કુલ ૨૦ વ્યાજબી ભાવની દુકાનો તથા ૧ બીનપરવાનેદાર દુકાનની તપાસણી કરવામાં આવેલ હતી. જેના અનુસંધાને કુલ ૫ વ્યાજબી ભાવની દુકાનોને ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે તેમજ અન્ય ૧૬ દુકાનોની સામે ખાતાકીય રાહે સુનાવણી રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેમાં ગરબાડા તાલુકાના ગાંગરડા ગામમાં સંદિપકુમાર છત્રસિંહ મેડા સંચાલીત વ્યાજબી ભાવની દુકાન, ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામમાં અભેસિંહ બરસીગભાઈ બીલવાળ, સંચાલીત વ્યાજબી ભાવની દુકાન, ફતેપુરા તાલુકામાં સુખસર ગામમાં ભુનેતર મુકેશભાઈ મુળજીભાઈ, સંચાલીત વ્યાજબી ભાવની દુકાન, ફતેપુરા તાલુકામાં મારગાળા ગામમાં કપિલકુમાર ભરતલાલ કલાલ, સંચાલીત વ્યાજબી ભાવની દુકાન અને ઝાલોદ તાલુકામાં કોઠારી યોગેશકુમાર કનૈયાલાલ, સંચાલિત વ્યાજબી ભાવની દુકાન સસ્પેન્ડ કરાઈ તેમ જિલ્લા પુરવઠા અધિકારી, દાહોદ ની અખબારી યાદીમાં જણાવેલ છે.