
મહીસાગર એસીબીની સફળ ટ્રેપ: લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ..
ઝાલોદ તાલુકા પંચાયતની મનરેગા શાખામાં ફરજ બજાવતો આસિસ્ટન્ટ વર્કસ મેનેજર લાંચ લેતો ઝડપાયો..
ઝાલોદ તા.28
ઝાલોદ તાલુકા પંચાયતની મનરેગા શાખામાં કરાર આધારીત ફરજ બજાવતો આસિસ્ટન્ટ વર્કસ મેનેજર લાંચ લેતો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આસિસ્ટન્ટ વર્કસ મેનેજર બળતંવ લબાનાએ ફરીયાદી પાસે કામની ફાઈલ પાસ કરાવા માટે લાંચ માંગી હતી.
મનરેગા ના AWM બળતંવ લબાના લાંચ લેતો હોવાની અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી. જોકે, આજે તેને મહીસાગર ACBએ લાંચ લેતાં રંગેહાથ ઝડપ્યો છે.ઝાલોદ તાલુકા પંચાયતની મનરેગા શાખામાં કરાર આધારીત ફરજ બજાવતો આસિસ્ટન્ટ વર્કસ મેનેજર બળતંવ લબાનાએ ફરીયાદી પાસે કામની ફાઈલ પાસ કરાવા માટે લાંચ માંગી હતી. જોકે, ફરિયાદી લાંચ માંગતાં ન હોવાથી તેમણે મહીસાગર ACBને જાણ કરી હતી. આજે ACB બળતંવ લબાનાને લાંચ સ્વિકારતાં રંગેહાથ ઝડપી પાડ્યો છે. ACBના સપાટાથી લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.