
ભારતીય ટ્રાયબલ સેનાની રજૂઆત: દાહોદ જિલ્લામાં મનરેગા યોજનાના કામોને મંજૂરી આપવાની માગ, ડીડીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
દાહોદ તા. ૨૬
દાહોદ જિલ્લા ભારતીય ટ્રાયબલ પાર્ટી ભારતીય ટ્રાયબલ ટાયગર સેના દ્વારા મહાત્મા ગાંધી મનરેગા યોજનામાં જે 100 દિવસની રોજગારી આપવામાં આવે છે જેમાં મટીરીયલ્સના કામોની મંજૂરી છેલ્લા બે વર્ષથી આપવામાં આવી નથી, અને આ મંજુરીઓ કારણોસર આપવામાં આવતી નથી, જેને લઈને બીટીપીના કાર્યકર્તાઓએ આજે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતુ.જીલ્લામા ઘણા લાંબા સમયથી મનરેગા યોજના હેઠળ મટીરીયલ્સ સહિતના કામોની મંજુરીઓ આપવાનુ બંધ છે. જે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને લાભાર્થીઓને મંજૂરી આપવામાં આવે તેવી માંગણી સાથે દાહોદ જિલ્લા બીટીપી યુવા મોર્ચા પ્રમુખ મનસુખ કટારા, બીટીપી કાર્યકર્તા ક્રિષ્ના ચારેલ, તથા દાહોદ જિલ્લાના બીટીપી, બીટીટીએસ ના હોદેદારો, કાર્યકર્તા તથા મનરેગા યોજનામાં કામ કરતા લાભાર્થીઓ દાહોદ જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.