
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ગુલબારમાં પોલીસ જોઈ ખેપિયો દારૂ સાથે સ્કૂટર મૂકી ફરાર ..
25,740ની દારૂ-ટીન બિયરની 186 બોટલો પોલીસે જપ્ત કરી હોવાનું સામે આવ્યું છે.
ગરબાડા તા. ૨૫
ગરબાડા તાલુકાના ગુલબાર ગામે રાત્રે પોલીસની ગાડી જોઈને દારૂ સાથે સ્કૂટર મુકી ચાલક ફરાર થઈ ગયો હતો. 25,740 રૂ.નો દારૂ-તથા બીયરનો જથ્થો અને સ્કૂટર જપ્ત કરી ગરબાડા પોલીસે કાર્યવાહી કરી હતી. ગરબાડા પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ગુલબા ગામે ખાટીયા ફળિયામાં એમ.પી.ના ભાંડાખેડા ગામ તરફથી આવતા રસ્તા ઉપર
ગુલબાર ગામે એક સ્કૂટર ચાલક પોલીસની ગાડી જોઈ પોતાનું વાહન રોડની બાજુમાં ખેતરમાં ઉતારી મુકી ઝાંડી ઝાખરામાં અંધારાનો લાભ લઈ નાસી છુટ્યો હતો. પોલીસે ગાડી પાસે જઈને તપાસ કરતાં ઇંગ્લિશ દારૂની તથા ટીન બીયરની બોટલો મળી આવી હતી. 25,740 રૂપિયાની દારૂ તથા ટીન બીયરની 186 બોટલ તથા સ્કૂટર મળી 75,740 રૂપિયાનો મુદ્દામાલ ગરબાડા પોલીસે જપ્ત કરી ફરાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી..