
રાહુલ ગારી :- ગરબાડા
બિહારમાં ચાલી રહેલા “યુવા સંગમ કાર્યક્રમ” માં ગરબાડાની બે યુવતીઓએ પંથકનું ગૌરવ વધાર્યું..
ગુજરાતના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ યુવા સંગમ તબક્કા ત્રણની મુલાકાત દરમિયાન બિહારના રાજ્યપાલે દાહોદ સહિત જેસાવાડાની વિદ્યાર્થીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી..
ગરબાડા તા. ૨૪
ભારત સરકાર ના એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ભારતના તમામ રાજ્યો માં ચાલી રહેલ “યુવા સંગમ કાર્યક્રમ” માં તા.૧૬ થી ૨૧ તારીખ દરમિયાન ગુજરાતની પસંદગી પામેલ ૪૨ યુવાઓની ટીમ બિહાર મુકામે ત્યાંની સંસ્કૃતિ,પરંપરા,પ્રૌદ્યોગિકી,પ્રગતિ જાણવા પરસ્પર સંપર્ક માટે ગુજરાત અને બિહાર વચ્ચે યુવા સંગમ માટે બિહાર મુકામે ગઈ હતી,જેમાં દાહોદ જિલ્લાની ૨ દીકરીઓ કુ.રાજવી કડિયા અને હેમાંગીની કટારાની પસંદગી રાષ્ટ્રસ્તરના યુવા સંગમ માટે થઈ હતી.જેમાં તેઓએ બિહાર ગવર્નર હાઉસમાં માનનીય રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે પણ પરસ્પર સંવાદ કરી બિહાર ની સમસ્યા અને સંસ્કૃતિ વિશે વાત કરી હતી.આ ઉપરાંત દાહોદ ની આ બંને દીકરીઓ એ ગુજરાત ની સંસ્કૃતિ બિહાર સમક્ષ રજૂ કરી હતી તથા બિહારના વિવિધ જિલ્લામાં ત્યાંના ભવ્ય વારસાની મુલાકાત,ઓફિસર ટ્રેનિંગ એકેડેમી,બિહાર પોલીસ એકેડેમી માં પણ માહિતી મેળવી ગુજરાત માં આવી બિહારની સંસ્કૃતિ નો પ્રસાર અને પ્રચાર કરવાની પ્રતિજ્ઞા કરી હતી.આ બંને દીકરીઓએ રાષ્ટ્ર સ્તરે પસંદગી પામી દાહોદ જિલ્લાનું નામ બિહારમાં રોશન કર્યું તે બદલ તેઓને IIIT સુરત અને IIM બોધગયા ના ફેકફેકલ્ટી અને ડાયરેક્ટરે અભિનંદન પાઠવ્યા હતા.