
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકામાં બેખોફ ચાલતો સફેદ પથ્થરનો કાળો કારોબાર: ખાણ ખનીજ વિભાગ નિદ્રાધીન અવસ્થામાં..
ખાન ખનીજ વિભાગ આવા ખનન માફીયાઓ ઉપર લગામ ક્યારે લગાવશે…
ગરબાડા તા. ૨૩
ગરબાડા તાલુકાના જુદા જુદા અંતરિયાળ વિસ્તારોમાં ખનન માફીયાઓ દ્વારા પાસ પરિમટ વગર સફેદ પથ્થર કાઢીને સરકારી તિજોરીએ લાખો રૂપિયાનો ચુનો ચોપડવામાં આવી રહ્યો છે..
ગરબાડા તાલુકાના નાં જુદા જુદા વિસ્તારોમાં ખુબ મોટા પ્રમાણમાં ડુંગરો તેમજ ટેકરાઓ આવેલા છે. જ્યાં વિપુલ પ્રમાણમાં સફેદ પથ્થર મળી આવતા હોય છે.જેમાં ખનન માફિયાઓ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં સફેદ પથ્થરનો કાળો કારોબાર ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. અને અવાર નવાર મામલતદાર તેમજ ખાણખનીજ વિભાગ દ્વારા સફેદ પથ્થર કાઢતા ખનન માફીયાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમ છતાં આ ખનન માફીયાઓને કાયદાનો કઈ ડર જ નથી તેમ લાગી રહ્યું છે.અને લાખો રૂપિયાનાં સફેદ પથ્થરની ચોરી કરી સરકારી તિજોરીને ચુનો ચોપડી રહ્યા છે.જોકે મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા અવારનવાર આવા ખનીજ માફિયાઓને પકડીને દંડ કરીને છોડી મૂકવામાં આવે છે. પરંતુ સંબંધી વિભાગોની કામગીરી બાદ પણ ખનીજ માફીઆઓ બેરોકટોક રીતે ગેરકાયદેસર સફેદ પથ્થરોનો ખનનનો કારોબાર કેવી રીતે ચલાવી રહ્યા છે. કોના આશીર્વાદથી આ કારોબાર આદિવાસી વિસ્તારમાં ધમધમી રહ્યો છે તે તપાસનો વિષય છે.જોકે સંબંધિત વિભાગ ખાણ ખનીજ સંપદાને બચાવવા કંઈક નક્કર આયોજન કરી ઘટતું કરે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.