દાહોદ:પોલીસબેડામાં બદલીઓનો દોર,છ પીએસઆઈઓની આંતરિક બદલીઓ કરાઇ..

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ:પોલીસબેડામાં બદલીઓનો દોર,છ પીએસઆઈઓની આંતરિક બદલીઓ કરાઇ..

દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લામાં ૦૬ જેટલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની જિલ્લામાં આંતરીક બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં ૦૬ જેટલા જુદા જુદા પોલીસ ઈન્સ્પેક્ટોરીની જિલ્લામાંજ બદલીઓ કરવામાં આવી છે જેમાં એમ.એમ. માળી જેઓ ગરબાડા પોલીસ મથકે ફરજ બજાવતાં હતાં તેઓને એલ.સી.બી. દાહોદમાં નિમણુંક આપવામાં આવી છે. જે.એલ. પટેલ જેઓ પીપલોદ પોસી મથકે ફરજ બજાવતાં હતાં તેઓને ગરબાડા પોલીસ મથકે નિમણુંક આપવામાં આવેલ છે. વી.આર. મકવાણા જેઓ દાહોદ રૂરલ પોલીસ મથકે ફરજ બજાવતાં હતાં તેઓને પીપલોદ પોલીસ મથકે પોલીસ મથકે નિમણુંક, ડી.ટી.ડામોર જેઓ દાહોદ ટાઉનમાં ફરજ બજાવતાં હતાં તેઓને ઝાલોદ પોલીસ મથકે નિમણુંક,એન.એમ. રામી જેઓ પેરોલ ફ્લો સ્કોર્ડમાં ફરજ બજાવતાં હતાં તેઓને એસ.ઓ.જી. શાખામાં નિમણુંક આપવામાં આવી છે અને સુ.શ્રી. દિના જે. પટેલ જેઓ લીવ રીઝર્વ (કંટ્રોલ)માં ફરજ બજાવતાં હતાં તેઓને દાહોદ રૂરલ પોલીસ મથકે નિમણુંક કરવામાં આવી છે.

 

——————–

Share This Article