
રાજેશ વસાવે :- દાહોદ
ટૂંકા ગાળામાં ચોરીની ત્રીજી ઘટનાથી સ્થાનિકો સ્તબ્દ:ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
દાહોદ શહેરની મેઘદૂત સોસાયટીમાં તસ્કરોનો તરખાટ:મકાન માલિકના માથામાં હથોડો મારી ચોરીને અંજામ આપ્યો..
તસ્કરોએ આસપાસના મકાનોને બહારથી બંધ કર્યા,બારીની ગ્રીલ ઓજાર વડે કાપી ચોરીને અંજામ આપ્યો.
દાહોદ તા.15
દાહોદ શહેરના ચાકલીયા રોડ સ્થિત એક રહેણાંક સોસાયટીમાં ગતરોજ મધરાત્રે ચોરીના મક્કમ ઇરાદે ત્રાટકેલા સાત જેટલા તસ્કરોએ તરખાટ મચાવ્યુ હતું.જેમાં 4 જેટલાં તસ્કરો મકાનની બહારની બારીની ગ્રીલ ઓજાર વડે કાપી મકાનમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન અન્ય ત્રણ જેટલાં તસ્કરોએ બહાર રેકી કરી આજુબાજુના મકાનને બહારથી સ્ટોપર મારી બંધ કરી દીધા હતા. ત્યારબાદ ચોરીના ઇરાદે મકાનમાં મકાનમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા મકાનમાં શું રહેલો મકાન માલિક જાગી જતા તસ્કરો અને મકાન માલિકની ઝપાઝપીમાં તસ્કરોએ મકાન માલિકને માથામાં હથોડી મારી લોહી લુહાણ કરી દીધું હતું. આ દરમિયાન અન્ય તસ્કરે બેડરૂમમાં મુકેલા, મોબાઈલ ફોન લેપટોપ,રોકડ,રકમ દાગીના સહિતની માલમતા ઉઠાવી ભાગી છુટ્યા હતા.જે બાદ ઝપાઝપી દરમિયાન થયેલી બૂમાબૂમથી જાગી ગયેલા અન્ય પરિવારજનો તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તસ્કરોના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા મકાન માલિકને તાત્કાલિક નજીકના હોસ્પિટલે લઈ ગયા હતા. રાત્રિના સમયે બનેલી આ ઘટના મકાન માલિક તેમજ સોસાયટીમાં લાગેલા અન્ય સીસીટીવી કેમેરા માટે થવા પામી હતી.જે બાદ ઘટનાની જાણ પોલીસને થતા સ્થાનિક પોલીસ ભટના સ્થળે દોડી આવી હતી અને બનાવ સંદર્ભે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
દાહોદ શહેરમાં મધરાત્રે ચકચાર મચાવનાર બનાવ સામે આવ્યું છે.જેમાં ગતરોજ મધરાત્રે સાત જેટલા તસ્કરોએ દાહોદ શહેરના ચાકલીયા રોડ સ્થિત મેઘદૂત સોસાયટીના રહેવાસી સંકેત શાહના મકાનમાં ચોરીના ઈરાદે આવેલા તસ્કરોમાંથી ચાર જેટલા તસ્કરોએ મકાનની બારીના બહારથી સળીયા કાપી મકાનમાં પ્રવેશ કર્યો હતો.અને ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા મકાનમાં સૂઈ રહેલા સંકેત શાહ જાગી જતા સંકેતે તસ્કરોનો પ્રતિકાર કરતા તસ્કરોએ સંકેત શાહના માથામાં હથોડા વડે હુમલો કરતા બુમાબૂમ થઈ હતી આ દરમિયાન ચારેય તસ્કરો સંકેત શાહના બેડરૂમમાંથી લેપટોપ બે મોબાઈલ ફોન,રોકડ સિલક,તેમજ સોનાની ચેન લઈને ફરાર થઈ ગયા હતા.જે બાદ તસ્કરોના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા સંકેત શાહને તાબડતોડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ જવા પામી હતી.ત્યારબાદ ઘટનાની દાહોદ પોલીસને કરાતા એ.એસ.પી વિશાખા જૈન તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો.
તસ્કરોએ સોસાયટીના અન્ય મકાનોને બહારથી સ્ટોપર મારી બંધ કર્યા.
મેઘદૂત સોસાયટીમાં ચોરી કરવા આવેલા તસ્કરો પૈકી ત્રણ જેટલા તસ્કરો બહાર રેકીમાં ઊભા રહી ગયા હતા.અને સાતિર કહેવાતા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપવા દરમિયાન કોઈ વિઘ્ન નડે તે માટે સોસાયટીના અન્ય મકાનો કે જે ભોગ બનનાર સંકેત શાહની આસપાસમાં રહેતા હતા તેઓના મકાનને બહારથી સ્ટોપર મારી બંધ કરી દીધા હતા.
મેઘદૂત સોસાયટીમાં ટૂંકા ગાળામાં ત્રીજી ચોરીની ઘટના: સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ..
આ વિસ્તારમાં ટૂંકાગાળામાં ચોરીની ત્રીજી ઘટના બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આપેલા આ જ વિસ્તારમાં સાગર ગાંધી તેમજ મંજુલાબેન અગ્રવાલના ત્યાં પણ તસ્કરો એ ચોરીની ઘટનાને અંજાર આપ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.ઉપરોક્ત વિસ્તાર રેલવેની બાઉન્ડ્રી થી અડીને આવેલો હોવાથી દૂર દૂર સુધી નિર્જન અને ઝાડી જાખરાવાળો વિસ્તાર છે. જે તસ્કરો માટે મોકળું મેદાન તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ભૂતકાળમાં પણ તસ્કરો આજ રસ્તે થી અવરજવર કરતા હોવાનું જાણવા મળેલ છે.
તસ્કરોના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલો સંકેત ખતરાથી બહાર: પરિવારજનો ભયભીત.
મધરાત્રે બનેલી ચોરીની ઘટનામાં તસ્કરોના હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા સંકેત શાહને માથામાં ટાંકા લીધા છે.તેઓ હાલ સ્વસ્થ હોવાથી પરિવારમાં ચિંતા ઓછી થઈ છે પરંતુ ચોરીની ઘટનાથી સમગ્ર પરિવાર ભયના ઓથાર હેઠળ છે. પરંતુ આ બનાવમાં પોલીસે ખૂબ જ સક્રિયતા રાખવી છે અને નજીકના સમયમાં જ સંકેત શાહ પર હુમલો કરી ચોરી કરનાર તસ્કરો જેલ ભેગા કરાશે તેમાં કોઈ બે મત નથી.