
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના પાટીયા ગામેથી બંધ મકાનમાં સંગ્રહેલો 34 હજારનાં દારૂ-બિયરનાં જથ્થા સાથે એ કિશનને ઝડપી પાડી જેલ ભેગો કરતી ગરબાડા પોલીસ..
ગરબાડા તા. ૧૭
પાટીયા ગામે બારી ફળિયામાં એક બંધ મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી ગરબાડા પોલીસને મળી હતી. તેના આધારે બપોરે 1.15 વાગ્યે છાપો મારી બંધ ઘરનું તાળુ તોડીને તપાસ કરતાં દારૂ અને બિઅરના ટીન મળીને 234 બોટલો મળી આવી હતી. 34200નો જથ્થો જપ્ત કરીને આ મામલે નવા મલા ભુરિયાની ધરપકડ કરી હતી. પુછપરછ કરતાં નવાભાઈએ પોલીસને જણાવ્યુ હતું કે, વિદેશી દારૂ અને બિઅરનો આ જથ્થો તેણે પાટીયાના વરીયા વાલા ભુરિયા પાસે પિટોલ થી મંગાવ્યો હતો. પીટોલના ઠેકા પરથી એક અજાણ્યા યુવકે આ માલ ગાડીમાં ભરી આપ્યો હતો. દારૂ આવી ગયા બાદ તેણે પોતે જ પોતાના સબંધીના બંધ ઘરમાં આ જથ્થો સંતાડયો હતો. ગરબાડા પોલીસે દારૂના ઠેકાથી દારૂ ભરી આપનાર અજાણ્યા સહિત ત્રણે સામે ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ધરી છે.