Sunday, 08/09/2024
Dark Mode

દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં વધુ પાંચ સરકારી કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી…  પકડાયેલા પાંચ પૈકી ચાર કર્મચારીઓ કરાર આધારિત હોવાનું સામે આવ્યું.

December 15, 2023
        2931
દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં વધુ પાંચ સરકારી કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી…   પકડાયેલા પાંચ પૈકી ચાર કર્મચારીઓ કરાર આધારિત હોવાનું સામે આવ્યું.

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં વધુ પાંચ સરકારી કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી…

પકડાયેલા પાંચ પૈકી ચાર કર્મચારીઓ કરાર આધારિત હોવાનું સામે આવ્યું.

પ્રાયોજના કચેરીના તત્કાલીન (P.A) પ્રતિનિયુક્તિ કર્મચારીની નીમુંણક સામે સવાલો ઉભા થયાં..

ગણ્યા ગાંઠિયો પગાર ધરાવતા કરાર આધારિત કર્મચારીઓ માલેતુજાર રીતે બન્યા.?

પાંચેય આરોપીની નકલી કચેરી કૌભાંડમાં સરખે સરખી ભાગીદારી..

અબુ બકરે દાહોદ પોલીસની પૂછપરછ થી બચવા અનેક હથકંડા અજમાવ્યા.

દાહોદ તા.15

દાહોદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર નકલી કચેરી કૌભાંડમાં દાહોદ પોલીસ દ્વારા વધુ 5 સરકારી કર્મચારીઓની ધરપકડ કરાતા સિસ્ટમ અને વહીવટી બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસની પ્રારંભિક તપાસમાં જ ઉપરોક્ત પાંચેય કર્મચારીઓ નકલી કચેરી કૌભાંડમાં મીલીભગતની સાથે નાણાકીય લેવડ દેવડમાં સંકળાયેલા હોવાનું સામે આવતા પોલીસે ઉપરોક્ત તમામની ધરપકડ કરી હતી. આ નકલી કચેરી કૌભાંડમાં અત્યાર સુધીમાં દાહોદ પોલીસે કુલ 11 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.જેમાં આજરોજ પકડાયેલા પાંચ પોલીસ કર્મચારીઓ તેમજ બે અધિકારીઓનો સમાવેશ થવા પામ્યો છે.જોકે આ સમગ્ર પ્રકરણમાં 18 કરોડ ઉપરાંતના કૌભાંડમાં પોલીસે 130 થી વધુ બેન્ક એકાઉન્ટની ચકાસણી હાથ ધરાતા 70 જેટલા બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરવામાં આવ્યા છે. જેમાં પોલીસે અત્યાર સુધીમાં 30 ટકા સુધીની રકમની રિકવરી પણ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.

 

સમગ્ર રાજ્યમાં જેની તપાસના મૂળ પહોંચી શકે છે. એવી દાહોદની નકલી કચેરી કૌભાંડના બહુચર્ચિત કેસમાં દાહોદ પોલીસે આજે ઝડપી પાડેલા વધુ 5 ઈસમોમાં મયુરભાઈ પ્રકાશભાઈ પરમાર( પ્રાયોજના અમલદાર (તત્કાલીન P.A)રહે. પંચમુખી રેસીડેન્સી મંડાવાવ રોડ દાહોદ, પુખરાજમલ બાબુબાઇ રોઝ ( આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પ્રાયોજના વહીવટદારની કચેરી ) કરાર આધારિત,રહે.જાંબુઆ તોરણ ફળિયા ગરબાડા,પ્રદીપ ખીમાભાઇ મોરી ( કોમ્પ્યુટર ઓપરેટર, પ્રાયોજના કચેરી દાહોદ)રહેવાસી દીપનગર સોસાયટી લીમડી.ગિરીશ દલાભાઈ પટેલ ( જુનિયર ક્લાર્ક, મદદનીશ કમિશનર આદિજાતિ કચેરી દાહોદ ) રહેવાસી, સહકાર નગર, દાહોદ, સતિષભાઈ અશોકભાઈ પટેલ ( આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર,પ્રાયોજના કચેરી,હાલ કૃષ્ણનગર સોસાયટી, લુણાવાડા, મૂળ ચરણ માણસા) ની ગઈકાલે અટકાયત કરવામાં આવી હતી.ઉપરોક્ત પાંચેયની પૂછરછ શરૂ કરવામાં આવ્યો હતો. જે બાદ સાંજે તેઓને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પાંચે સરકારી કર્મચારીઓની અટકાયત કરાતા હવે સમગ્ર કૌભાંડ ખૂટતી કડીઓ એક પછી એક જોડાતી જશે.એટલું જ નહીં સમગ્ર નકલી કચેરીના પત્ર વ્યવહાર કેવી રીતે થતા હતા અને કોણ કરતું હતું.? તેનો ભેદ પણ ઉકેલાશે.જ્યારે કરોડોની ઉથલપાથલમાં અથવા તો લેવડદેવડમાં કોણે કેટલે ભાગબટાઈ કરી હતી અથવા અન્ય કોઈ ઈસમની સંડવણી છે કે કેમ? તે પણ બહાર આવશે.એવું કહેવું અતિશયોક્તિ ભર્યું નહીં કહેવાય. અત્યાર સુધી 100 કેસ પૈકી 250 કરતા પણ વધુ કામો કાગળ ઉપર દર્શાવવામાં આવ્યા છે. તેવું બહાર આવવા પામ્યું છે જે બાદ હવે દાહોદ પોલીસ સ્થળ ઉપર ચકાસણી કરી ઉપરોક્ત કામો પૈકી કેટલા કામો જમીન ઉપર કરવામાં આવ્યા છે. અથવા કેટલા કામો બારોબાર ઉડાવી દેવામાં આવ્યા છે. એનું વેરિફિકેશન પણ હાથ ધરનાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

*નકલી કચેરી પ્રકરણમાં પકડાયેલો પ્રાયોજના કચેરીનો તત્કાલીન (P.A) પ્રતિનિયુક્તિ કર્મચારી હોવાનું બહાર આવ્યો.*

 

 દાહોદ પ્રાઇવટના વહીવટદાર કચેરીમાં પ્રાયોજના અમલદારના પી.એ. તરીકે ફરજ બજાવતો મયુર પરમાર તેની લાયકાત પ્રમાણે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનો એક ટ્રેડ ઇન્સટ્રક્ટર હોવા છતાં પ્રાયોજના અમલદારના પી. એ ની પોસ્ટ ઉપર કોના આશીર્વાદથી આટલા વર્ષો સુધી ફરજ બજાવતો હતો તે પણ તપાસ નો વિષય છે.જોકે કેટલાક વખત પહેલા આ બાબતની રજુઆત થતાં અને છૂપો ગણગણાટ શરૂ થતા તેણે ત્યાંથી બદલવામાં આવ્યો હતો પણ પુનઃપાછો ગણતરીના દિવસોમાં એ જ સ્થાને પરત લાવવામાં આવ્યો હતો.જે ગંભીર બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે.કે લાયકાત કરતા વધુ સારી પોસ્ટ પર વર્ષો સુધી કામ કરનાર મયુર પરમારનો નકલી કચેરી કૌભાંડના લીધે ભાંડોફોડ થયો છે.પરંતુ આ એકલી જ કચેરી નહીં, જિલ્લા પંચાયત તેમજ ડીઆરડીએ કચેરી સહિત અન્ય સરકારી કચેરીઓમાં પણ જે તે લાયકાત ધરાવતા અથવા તો સેમ કેડર ધરાવતા આવા કેટલાય કર્મચારીઓ પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવી રહ્યા છે.જેની જાણ શું સરકારના ઉચ્ચ સ્થાને બેઠેલા અધિકારીઓને કેમ નથી.? અથવા સરકારના સંબંધીતો આ પ્રતિનિયુક્તિ અંગેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરે તો ખરેખર જરૂરિયાત મુજબના કર્મચારીઓ મુકાયા છે. કે પછી ભ્રષ્ટાચારના ભોરિંગમાં સરળતા રહે તે માટે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે. તે પણ બહાર આવી શકે તેમ છે. આવી મહત્વપૂર્ણ પદો પર સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા સરકારી બાબુઓ આવા પદો પર જરૂરિયાત સિવાયની પ્રતિનિયુક્તિનો ખેલ બંધ થવો જોઈએ તેવું ખૂદ જ સરકારી તંત્રમાં ચર્ચાઈ રહ્યું છે.

*પકડાયેલા પાંચ પૈકી ચાર કર્મચારીઓ કરાર આધારિત હોવાનું સામે આવ્યું.? ગણ્યા ગાંઠિયો પગાર ધરાવતા કરાર આધારિત કર્મચારીઓ માલેતુજાર રીતે બન્યા.?*

 

નકલી કચેરી કૌભાંડમાં ઝડપાયેલા પાંચ પૈકી ચાર કર્મચારીઓ તો કરાર આધારિત કર્મચારીઓ હોવાનું બહાર આવ્યું છે. આવા લોકો પાસેથી પોલીસ કઈ રીતે રિકવરી કરશે.? અથવા તેમની જવાબદારી કેટલી શું નિશ્ચિત થશે.? તે પણ મહત્વનું બની રહેશે પરંતુ આ ચાર પૈકી મયુર પરમાર તો વોકેશનલ ટ્રેડ ઇન્સક્ટર, પોખરાજ રોજ, આસિસ્ટન્ટપ્રોજેક્ટ મેનેજર, પ્રદીપ મોરી,કોમ્પ્યુટર ઓપરેટર, સતીશ પટેલ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, આ ચારેય કર્મચારીઓ કરાર આધારિત અથવા તો આઉટસોર્સિંગ થી આવેલા કર્મચારી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જ્યારે એકમાત્ર ગીરીશ પટેલ, મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ કચેરી દાહોદ નો કાયમી કર્મચારી જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. જોકે આમાં મહત્વપૂર્ણ બાબતે છે કે આઉટસિંગ અથવા તો કરાર આધારિત કર્મચારીને ગણ્યો ગાંઠિયો પગાર મળે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ પકડાયેલા આઉટસોર્સિંગ કર્મચારીઓ જ નહીં આ ઉપરાંત અન્ય સ્થળે અથવા અન્ય વિભાગોની સરકારી કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓ કે જેઓને ગણ્યો ગાંઠિયો તે પણ અનિયમિત રીતે પગાર મળે છે. પરંતુ તેઓ વૈભવી લાઈફ સ્ટાઈલ, તેમજ રાચરચીલો ભોગવતા હોય તે નરી આંખે જોવાય છે. તે પણ એક આશ્ચર્ય પમાડે તેવું છે. જોકે મહત્વપૂર્ણ બાબત એ છે કે સરકારી સિસ્ટમમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ આવા મહત્વપૂર્ણ પદો પર આઉટસોર્સિંગ અથવા તો કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક ની જગ્યાએ કાયમી ધોરણે કર્મચારીઓની નિમણૂક કરે તો તેમની ઘણી બધી જવાબદારી બને તેમ પણ છે. ત્યારે આ કેસમાં જે આઉટસોર્સિંગ કર્મચારીઓ નકલી કચેરી કૌભાંડમાં પકડાયેલા છે તેઓની પાસે આય કરતા વધુ સંપત્તિ ક્યાંથી આવી. તેની પણ પોલીસ તપાસ પૂરેપૂરી કરશે તેમાં કોઈ બેમત નથી.

*પકડાયેલા પાંચેય આરોપીની નકલી કચેરી કૌભાંડમાં સરખે સરખી ભાગીદારી હોવાનો સામે આવ્યું.?*

 

નકલી કચેરી કૌભાંડમાં આજરોજ દાહોદ પોલીસ દ્વારા પકડાયેલા પાંચેય આરોપીની સંડોવણીની વાત કરીએ તો ભલે આ સમગ્ર પ્રકરણમાં માસ્ટર માઈન્ડ અબુ બકર હોય,ભલે આ નકલી કચેરીને જન્મ આપનાર અને ઉછેરનાર તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બી.ડી નિનામા અને કાર્યપાલક એન્જિનિયર ઈશ્વરસિંહ કોલચા હોય પરંતુ પકડાયેલા પાંચેય આરોપી તત્કાલીન પ્રાયોજના વહીવટદાર બી.ડી નિનામાના કાર્યકાળમાં, અથવા નકલી કચેરી કૌભાંડ જે સમયે આચારવામાં આવ્યું હતું તે સમયે પ્રાયોજના વહીવટદારના વિવિધ પદો ઉપર પદસ્થ હતા.અને જે નકલી કચેરીને 100 ઉપરાંત કેસોમાં 250 ઉપરાંત કામોનીફાળવણી કરવામાં આવી હતી. એ તમામ ફાઈલો ઉપરોક્ત પકડાયેલા કર્મચારીઓના ટેબલ પર ફરીને ગઈ હતી. તેઓને નકલી કચેરી હોવાનું જાણ હોવા છતાં ગેરકાયદેસર રીતે નકલી કચેરી ધમધમતી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. એટલું જ નહીં 18 કરોડ ઉપરાંતના કૌભાંડમાં સરખે સરખી ભાગીદારી નિભાવી પોતાની નક્કી કરેલી ટકાવારી પણ તેઓએ લીધેલી હતી.જેનો ખુલાસો દાહોદ પોલીસની તપાસમાં બહાર આવતા પોલીસે પાંચેય કર્મચારીઓની ધરપકડ કરી હતી.

*નકલી કચેરી કૌભાંડનો માસ્ટર માઈન્ડ અબુબકરે દાહોદ પોલીસ થી બચવા માંદગીના હથકંડા અજમાવ્યા.*

 

નકલી કચેરી કૌભાંડનો શાતીર અને મુખ્ય સૂત્રધાર અબુ બકર કે જે છોટાઉદેપુર પોલીસની પકડમાં છે.અને જયારે દાહોદ પોલીસે આખા કૌભાંડની તપાસનો દોર દાહોદ કચેરીનો પોતાના હાથમાં લીધો છે.અને જે રીતે ગાળિયો કસીયો છે.તે ગાળીયાથી દૂર રહેવા અનેક હથકંડા અપનાવનાર અબુબક્કર તમામ પ્રકારના દવાખાનાની વાટ પકડી હતી. પરંતુ દાહોદની પોલીસની કુનેહ અને વૈજ્ઞાનિક ઢબના કારણે જે પ્રમાણે તેની વિગતો બહાર આવી રહી છે. તેનાથી હવે બચી શકાયઃતેવું નથી એવું પ્રતિત થતા જ અને છોટાઉદેપુર પોલીસમાં દવાખાના માંથી રજા લઈને આવેલા આ મુખ્ય સૂત્રધારને ટ્રાન્સફર વોરંટ થી મેળવવા દાહોદ પોલીસે પ્રક્રિયા હાથ ધરી છે.ત્યારે અબુ બકર સીધે સીધો પોલીસને હાથ લાગશે કે પછી સમય વ્યતિત કરવા નવો હથકંડો અપનાવશે એતો આવનાર સમયજ કહેશે અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ પ્રકારના દવાખાનામાં સારવાર હેઠળ રહેલા અબુબકરે આત્મહત્યાનો પ્રયાસ કરાયા હોવાનું બહાર આવા પામ્યું છે.આ પહેલા મીની હાર્ટ અટેકના લીધે હોસ્પીટલમાં ભેગા થયો હતો. તો તાજેતરમાં માનસિક અલગ ગુમાવ્યો હોવાની ફરિયાદના આધારે મેન્ટલ હોસ્પિટલને પણ સારવાર લઇ ગમે તે ભોગે દાહોદ પોલીસની પૂછપરછ થી બચવા માટે કીમિયા અજમાવ્યા પરંતુ નિરર્થક નીવડ્યા છે.ત્યારે આ કૌભાંડ ક્યાં અને કેવી રીતે પહોંચશે તે મહત્વનું બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!