
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા ના ખેડૂતોનું ગ્રામ પંચાયત પર રખડતા ઢોરોને લઈને હલ્લાબોલ , આખા ખેતરનો લીલો પાક ચરી જતાં ખેડૂતો એ પગલા લીધા.
રાત્રી દરમિયાન રખડતા ઢોરને ગ્રામ પંચાયતમાં પુરી પંચાયતના ગેટ ઉપર છાણ થાપી દરવાજાને તાળું માર્યું
ગરબાડા તા. ૧૧
ગરબાડામાં તાલુકામાં રખડતા ઢોરોના ત્રાસને લઈને ખેડૂતો ત્રાહિમામ બન્યા હતા. અવારનવાર રખડતા ઢોરોનાં માલિકોને ઢોરો ને બાંધવા જણાવ્યું હતું અને પંચાયતને પણ અનેકવાર રખડતા ઢોરો માલિકો ને જાણ કરી હતી. છતાં ઢોર છુટા મુકી રાખતા આ ઢોર આખી રાત ખેતરોનો પાક સાફ કરી નાખતા હતાં.આખરે મહીલાઓ ને યુવાનો દ્વારા આ ગાયોને પકડી પાડી ગ્રામ પંચાયત ના કંપાઉન્ડ માં પુરી તાળું મારી દીધું પંચાયત રખડતા ઢોરના માલિકોને નોટિસ આપવા છતાં રખડતા ઢોરના માલિકો દ્વારા ઢોર છુટા મુકાતા ખેડૂતોના ખેતરમાં શિયાળો તેમજ ચોમાસામાં કરવામાં આવતા મોંઘા ભાવના બિયારણોના પાકને રખડતા ઢોરો દ્વારા ખૂબ મોટી માત્રામાં નુકસાન કરવામાં આવતું હતું જેને લઇને ખેડૂતો દ્વારા રાત્રિ દરમિયાન ખેતરોમાં જોવા મળતા રખડતા ઢોરોને પકડી પાડી ગ્રામ પંચાયતની અંદર પુરવામાં આવ્યા હતા અને દરવાજાને લોક મારી દરવાજા ઉપર છાણ લિપવામાં આવ્યું હતું આ બાબતે ખેડૂતો દ્વારા પોલીસ સ્ટેશન તેમજ ગ્રામ પંચાયત ખાતે પણ રજૂઆત કરી હતી રખડતા ઢોરોનો નિકાલ લાવવા માટે રખડતા ઢોરોને ખેડૂતો તેમજ ગ્રામ પંચાયત દ્વારા ગૌશાળામાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે રખડતા ઢોરોને લઈને ખેડૂતો તેમજ રખડતા ઢોરોના માલિકો સાથે સાથે તું તું મે મે ના દ્ર્શ્યો પણ જોવા મળ્યા હતા.