ગરબાડા તેમજ ગાંગરડી મેડિકલ સ્ટોરમાં શંકાસ્પદ સીરપને શોધવા પોલીસનું સર્ચ ઓપરેશન ..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તેમજ ગાંગરડી મેડિકલ સ્ટોરમાં શંકાસ્પદ સીરપને શોધવા પોલીસનું સર્ચ ઓપરેશન ..

ગરબાડા તા. ૨

ખેડા જિલ્લામાં ડુપ્લીકેટ સીરપકાંડમાં ચાર લોકોના ભેદી મોતની ઘટનાએ તંત્રને હદ મચાવી નાખતા જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા અને જુદા જુદા જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાં પોલીસ દ્વારા આ શંકાસ્પદ સીરપને શોધવા માટે જુદી જુદી ટીમો બનાવીને મેડિકલો સ્ટોરોમાં તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે ત્યારે આજે ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ દ્વારા ગરબાડા તેમજ ગાંગરડી માં ગરબાડા પોલીસે મેડિકલ સ્ટોર ઉપર ધામા નાખ્યા હતા અને ગરબાડા તેમજ ગાંગરડી માં આવેલ તમામ મેડિકલ સ્ટોરની શંકાસ્પદ સિરપ તેમજ દવાઓની તપાસ હાથ ધરી હતી..

Share This Article