Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા માં બીજી વાર કુવાનું પાણી ખાલી કરવા માં આવ્યું.

December 1, 2023
        2276
ગરબાડા માં બીજી વાર કુવાનું પાણી ખાલી કરવા માં આવ્યું.

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા માં બીજી વાર કુવાનું પાણી ખાલી કરવા માં આવ્યું.

ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનો ને આ પાણી નો ઉપયોગ કરવા જણાવ્યું હતું

ગરબાડા તા. ૧ 

ગરબાડા નગર સહિત આસપાસના વિસ્તારને પીવાનું શુદ્ધ મીઠું પાણી પૂરું પાડતા રામનાથ સરોવર કિનારે આવેલ કુવો આ કુવો ગરબાડા નગરના 80% વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડે છે.આ કુવામાં બે દિવસ પહેલા અકસ્મિક રીતે બિલાડી પડી જવાથી તેનું મોત થયું હતું જે બાબતની જાણ લોકો એ ગરબાડા ગ્રામ પંચાયતને જાણ કરતાં સરપંચ અશોકભાઈ દ્વારા તાત્કાલિક અસરથી આ બિલાડીને બહાર કાઢવાની કામગીરી કરાવી હતી.અને આરોગ્ય વિભાગ ને જાણ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કૂવામાં દવા નાખવામાં આવી હતી.અને બે દિવસ સુધી આ કુવાનું પાણી પીવા ન ઉપયોગ કરવા જણાવ્યું હતું. કુવા ની સફાઈ કરાવી છતાં લોકો પાણી નો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું.જેને ધ્યાન માં રાખી ગ્રામ પંચાયત દ્વારા ફરીવાર 3 મોટરો ગોઠવી સંપૂર્ણ કૂવો ખાલી કરવા માં આવ્યો. ગ્રામ પંચાયત આને આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનો ને આ પાણી નો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!